ફોટોગ્રાફીનો શોખ હોય તો આ બજેટ સ્માર્ટફોન બની શકે છે તમારી પસંદ, કિંમત 12,999 રૂપિયાથી શરુ

News18 Gujarati
Updated: May 25, 2022, 7:42 AM IST
ફોટોગ્રાફીનો શોખ હોય તો આ બજેટ સ્માર્ટફોન બની શકે છે તમારી પસંદ, કિંમત 12,999 રૂપિયાથી શરુ
Realme Narzo 30 એક સારો કેમેરા સ્માર્ટફોન છે.

Best Phone for Photography: આજે અમને તમને 15,000 રૂપિયાની કિંમતમાં આવતા કેટલાક ખાસ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ જે ફોટોગ્રાફી અને વિડીયો મેકિંગમાં તમારા માટે સારા સાબિત થઈ શકે છે.

  • Share this:
Best Phone for Photography: ભારતમાં (India) બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં આ સમયે ઘણાં સ્માર્ટફોન ઉપલબ્ધ છે. પરંતુ આટલા વિકલ્પો હોવા છતાં પણ લોકો ઘણી વખત વિચારમાં પડી જાય છે કે કયો ફોન  ખરીદવો જોઈએ. ખાસ કરીને એ લોકો જે ઓછા બજેટમાં એક સારો કેમેરા સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છે. આજે અમને તમને 15,000 રૂપિયાની કિંમતમાં આવતા કેટલાક ખાસ સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ જે ફોટોગ્રાફી અને વિડીયો મેકિંગમાં તમારા માટે સારા સાબિત થઈ શકે છે.

Realme Narzo 30

Realme Narzo 30 કેમેરાવાળો સ્માર્ટફોન છે. આ ફોનમાં 6.5 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ફોનની ડિઝાઇન સારી છે. આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે જેમાં 48MP + 2MP + 2MP કેમેરાનો સમાવેશ થાય છે. સેલ્ફી માટે આ ફોનમાં 16 MPનો કેમેરા છે.

આ પણ વાંચો: Sim Card Rule: હવે આ લોકો નહીં ખરીદી શકે નવું સિમ કાર્ડ, જાણો સરકારના નવા નિયમ

આ ફોનમાં પરફોર્મન્સ માટે Mediatek Helio G95 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત છે. સ્ટોરેજને માઇક્રો SD કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોનના 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,499 રૂપિયા છે. આ ફોન 5000 mAh બેટરી સાથે આવે છે અને 30W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Redmi Note 10Sબજેટ સેગમેન્ટમાં Redmi Note 10S એક સારો ફોન છે, તેમાં 6.43 ઇંચની ફુલ HD + સુપર AMOLED ડિસ્પ્લે છે. પરફોર્મન્સ માટે, આ ફોનમાં ઓક્ટા-કોર MediaTek Helio G95 પ્રોસેસર છે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત MIUI 12.5 પર ચાલે છે. પાવર માટે આ ફોનમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે જેમાં 64MP પ્રાઇમરી સેન્સર, 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર, 2MP મેક્રો શૂટર અને 2MP ડેપ્થ સેન્સર છે. ફોનના ફ્રન્ટમાં 13MP કેમેરા છે. આ ફોન 6GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 13,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Samsungથી લઇને Realme સુધી, 20 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આવે છે આ શાનદાર સ્માર્ટફોન, જુઓ લિસ્ટ

Samsung Galaxy M21

ફોટોગ્રાફી માટે તમે Galaxy M21 પસંદ કરી શકો છો. આ ફોનમાં 6.4 ઇંચની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે છે. પરફોર્મન્સ માટે આ ફોનમાં ઓક્ટા-કોર Exynos 9611 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે ગ્રાફિક્સ માટે તેમાં Mali-G72 MP3 GPU છે. આ ફોન Android 11 આધારિત One UI Core પર કામ કરે છે.

આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે જેમાં પ્રાઇમરી લેન્સ 48 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ અને ત્રીજો લેન્સ 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે તેમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં 6000mAh બેટરી લાગેલી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનના 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે.
Published by: Nirali Dave
First published: May 25, 2022, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading