Zoom કોલથી કંટાળી ગયા છો? આ એપ આપશે Video Callનો અલગ જ અનુભવ


Updated: March 17, 2021, 8:57 PM IST
Zoom કોલથી કંટાળી ગયા છો? આ એપ આપશે Video Callનો અલગ જ અનુભવ
પ્રતિકાત્મક તસવીર

જો તમે આજકાલ ઝૂમ ઓનલાઈન મીટિંગથી પણ કંટાળ્યા છો, તો હવે બજારમાં તમારા માટે એક નવી એપ પણ ઉપલબ્ધ થઈ છે.

  • Share this:
કોરોના મહામારી અને તેને કારણે લાગુ થયેલ લોકડાઉનમાં એક નવું જ કલ્ચર ઉભું થયું. જેને આપણે વર્ક ફ્રોમ હોમ(Work From Home)ના નામે ઓળખતા થયા. વર્ક ફ્રોમ હોમ કે પછી ઓફિસમાં ગયા બાદ પણ સોશ્યલ ડિસ્ટનિંગ માટે હવે આપણે વિડીયો કોલિંગ પર આધારિત થયા છીએ. ગૃપ વિડીયો કોલ(Video Call) માટે આજકાલ બધાના મોઢે એક જ નામ આવે છે ઝૂમ એપ(Zoom App).

જોકે ઝૂમ એપના અમુક ફીચર્સ રસપ્રદ છે અથવા તો માથાનો દુખાવો, પરંતુ જો તમે આજકાલ ઝૂમ ઓનલાઈન મીટિંગથી પણ કંટાળ્યા છો, તો હવે બજારમાં તમારા માટે એક નવી એપ પણ ઉપલબ્ધ થઈ છે. જે તમને કુદરતી અને અવનવા અવાજો સંભળાવશે અને મજા પૂરી પાડશે.

નવી એપમાં નાના બાળકોના રડવાનો અવાજ, ભસતા કૂતરા, અવાજમાં ખરાબી, કન્સટ્રકશન સાઈટના અવાજ, ઈકો સાઉન્ડ સહિતના અવાજો ચાલુ ઝૂમ કોલમાં સંભળાશે. જેથી તમને વિડીયો કોલમાંથી બહાર નીકળવાનું વ્યાજબી કારણ મળી રહેશે.

આ એપનું નામ છે કોલ્ડ ઝૂમ એસ્કેપર(Called Zoom Escaper). જેનો મતલબ થાય છે ઝૂમ કોલમાંથી બહાર નીકળવું. આ એક ફ્રી Web Widget છે, જે તમને તમારા ઝૂમ કોલમાં નકલી ઓડિયો ઇફેક્ટ્સ ઉમેરવાનો ઓપ્શન આપે છે.

કઈ રીતે વાપરવી એપ?

The Vergeના એક રીપોર્ટમાં જણાવાયું છે કે, આ એપ કલાકાર સેમ લાવિગ્ને(Sam Lavigne)એ બનાવી છે. ઝૂમ એસ્કેપર વપરાશ માટે સરળ છે. જેના માટે વીબી-ઓડિયો(VB-Audio) નામનું એક ફ્રી બીટ ઓડિયો સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું રહેશે,જેમાં વેબસાઇટ દ્વારા તમારા ઓડિયોને તેમાં રૂટ કરવાનું રહેશે. બાદમાં ઝૂમ એપમાં ઓડિયો સિસ્ટમ માઈક્રોફોનને બદલે VB-Audio સિલેક્ટ કરશો, તો આ નવી એપ તમાર બોરિંગ ઝૂમ કોલને ફની બનાવશે.

આ તમામ અવાજમાં રડતા બાળકનો અવાજ તમને સૌથી વધુ મજા આપશે. પરંતુ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા ઓફિસના લોકોને ખબર હોવી જોઈએ કે તમારા ઘરે બાળક છે. પછી એમ ન થાય કે તમારા લગ્ન જ ન થયા હોય કે પિતા ન બન્યા હોય અને બેબી વોઈસ કરીને તમે કોલ ડિસ્કનેક્ટ કરો.

વધુ એક છે આ મહાશય પાસે

જો Zoom Escaperથી તમે સંતોષાતા નથી, તો લાવિગ્નેએ જ બનાવેલ વધુ એક Zoom Deleter પણ છે. આ એક નાનો પ્રોગ્રામ છે, જે તમારા મેનૂ બાર અથવા સિસ્ટમ ટ્રેમાં ચાલુ જ રહે છે. તે તમારી ઝૂમ મીટિંગની હાજરી નોંધે છે. જો તમે મિટિંગમાં ન દેખાવ તો તરત જ કોલ ડિલિટ કરી દે છે.

પ્રોગ્રામરના મતે આ એપ્લિકેશનો કામથી છુટા થવા નહીં, પરંતુ બિનજરૂરી અને અવગણવાલાયક બાબતોને પ્રાધાન્ય આપે છે. કંટાળાજનક કોલ મુકવાનું કારણ આપે છે. તમારી પ્રોડક્ટિવિટી વધારે છે અને આઉટપુટ પણ જાળવે છે.
First published: March 17, 2021, 8:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading