BSNLનો સસ્તો પોસ્ટપેડ પ્લાન, 99 રૂપિયાથી શરૂ

News18 Gujarati
Updated: January 16, 2020, 3:51 PM IST
BSNLનો સસ્તો પોસ્ટપેડ પ્લાન, 99 રૂપિયાથી શરૂ
BSNL

  • Share this:
ભારત સંચાર નિગમ લિમિટેડ એકમાત્ર એવી ટેલીકૉમ કંપની છે જે ભારતમાં વાર્ષિક પોસ્ટપેડ પ્લાન આપે છે. બીએસએનએસના 99 રૂપિયાથી શરૂ થતો વાર્ષિક પ્લાન અનેક લોકોની પહેલી પસંદ છે. આ ઉપરાંત BSNL પાસે 1,115 સૌથી મોંઘો વાર્ષિક પ્લાન પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં યુઝર્સને 500 એમબી ડેટા, 100 SMS અને 50 રૂપિયા વોઇસ કોલિંગના મળે છે. જે લોકો BSNLમાં લોંગ ટર્મ પ્લાન ઇચ્છે છે તે માટે આ પ્લાન સાચે સારો છે. પણ આ માટે ગ્રાહકોને પહેલાથી પેમેન્ટ કરવું પડે છે. એટલા માટે જ તેને પોસ્ટપેડ પ્લાન કહેવાય છે.

BSNL 149 પ્લાન : આ પ્લાનમાં યુઝર્સને વૉઇસ કોલિંગ માટે 100 મિનિટ મળશે. સાથે જ 100 SMS અને 500 MB ડેટા મળશે. આ માટે એન્યુઅલ પેમેન્ટ તરીકે યુઝર્સને 1,677 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.

BSNL 225 પ્લાન : આ પોસ્ટપેડ પ્લાનમાં યુઝરને 180 મિનિટની વાઇસ કોલિંગની સાથે 3 જીબી ડેટા અને 100 SMS મળશે. પ્લાન તમારે વાર્ષિક 2,532 રૂપિયા આપવા પડશે.

BSNL 1,525 પ્લાન : આ કંપનીનો પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાન છે. જે હેઠળ યુઝર્સને એન્યુઅલ 17,164 રૂપિયા આપવા પડે છે. જો કે કંપની આ પ્લાન માટે એન્યુઅલ પેમેન્ટ એડવાન્સમાં લે છે. આમ કહેવા માટે તો આ પોસ્ટપેડ પ્લાન છે પણ તેનું પેમેન્ડ એડવાન્સમાં કરવાનું છે માટે એક રીતે તેને પ્રીપેડ કહી શકાય. કેટલાક પોસ્ટપેડ પ્લાન્સની કિંમત પ્રીપેડ પ્લાન કરતા પણ ઓછી છે.

પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો BSNL 1,699 રૂપિયા કે 1,999 રૂપિયામાં બે એન્યુઅલ પ્રીપેડ પ્લાન આપે છે. 1,999 રૂપિયામાં યુઝરને અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. આ સિવાય 100 SMS રોજના મળશે. આ પ્લાનમાં યુઝરને 365 દિવસની વેલીડિટી મળશે.
Published by: Chaitali Shukla
First published: January 16, 2020, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading