'પાર્ટ-ટાઇમ જોબ'ના બહાને ચીનના હેકર્સ ભારતીય WhatsApp યૂઝર્સને બનાવી રહ્યા છે નિશાન

News18 Gujarati
Updated: January 12, 2021, 4:43 PM IST
'પાર્ટ-ટાઇમ જોબ'ના બહાને ચીનના હેકર્સ ભારતીય WhatsApp યૂઝર્સને બનાવી રહ્યા છે નિશાન
પ્રતીકાત્મક તસવીર

Chinese hackers targeting Indian WhatsApp users: હેકર્સ ભારતીય વૉટ્સએપ યૂઝર્સને એવા સંદેશ મોકલી રહ્યા છે કે તેઓ દિવસામં ફક્ત 10થી 30 મિનિટનો સમય કાઢીને 200 રૂપિયાથી 3,000 રૂપિયાની કમાણી કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હી: નવી પ્રાઇવસી પોલીસીને કારણે વોટ્સએપ (WhatsApp) ભારતમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. યૂઝર્સ હવે વોટ્સએપ છોડીને અન્ય મેસેજિંગ એપ (Messaging App) તરફ વળી રહ્યા છે. આ દરમિયાન નવી દિલ્હી સ્થિત થિન્ક ટેંક સાઇબરપીસ ફાઉન્ડેશ (Cyberpeace Foundation)ને મંગળવારે દાવો કર્યો છે કે ચીનના હેકર્સ (Chinese hackers) ભારતના વોટ્સએપ યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે. તે લોકો વોટ્સએપ યૂઝર્સને પાર્ટ-ટાઇમ જોબ (Part time job)ની લાલચ આપીને ફસાવી રહ્યા છે.

હેકર્સ ભારતીય વૉટ્સએપ યૂઝર્સને એવા સંદેશ મોકલી રહ્યા છે કે તેઓ દિવસામં ફક્ત 10થી 30 મિનિટનો સમય કાઢીને 200 રૂપિયાથી 3,000 રૂપિયાની કમાણી કરી શકે છે. આ મેસેજ સાથે એક લીંક આપવામાં આવે છે.

આ પણ વાંચો: પ્રથમ તબક્કાના રસીકરણ માટે સરકારે ખર્ચવા પડશે 21,000-27,000 કરોડ રૂપિયા: SBI રિસર્ચ

સાઇબરપીસ ફાઉન્ડેશન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અલગ અલગ મોબાઇલ નંબર પર મોકલવામાં આવતી લીંક એક જ યુઆરએલ પર રિ-ડાયરેક્ટ થાય છે. એવું સામે આવ્યું છે કે એક જ લીંકનો ફક્ત નંબરમાં ફેરફાર કરીને ઉપયોગ કરવામાં આવ્યો છે." આ મામલે સાઇબરપીસ ફાઉન્ડેશને તપાસ ટીમની રચના કરી છે.

ફાઉન્ડેશન તરફથી વધુમાં કહેવમાં આવ્યું છે કે, "તમામ લીંકમાં એક જ આઉટગોઇંગ સોર્સ પર રિ-ડાયરેક્ટ થઈ રહી હતી. જોકે, અમને તપાસ દરમિયાન એક અલગ લિંક મળી આવી હતી. જેનું આઈપી એડ્રેસ ચીનની હોસ્ટિંગ કંપની અલીબાબા ક્લાઉન્ડનું હોવાનું સામે આવ્યું છે."

આ પણ વાંચો: WhatsAppને ટક્કર આપી રહેલી Singal રાતોરાત કેમ પ્રસિદ્ધ બની? જાણો તમામ પ્રશ્નના જવાબયુઆરએલ સાથે જ્યારે છેડછાડ કરવામાં આવી ત્યારે તેમાં ચીનની ભાષામાં એરર મેસેજ આવે છે. તપાસ દરમિયાન જે ડોમેન નેમ મળી આવ્યું છે તે ચીનમાં નોંધાયેલુ છે.

આ પણ જુઓ-

સાઇબરપીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, લીંકનું આઈપી એડ્રેસ 47.75.111.165 છે, જે ચીનના હોંગ કોંગ શહેરના અલીબાબા ક્લાઉડનું હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે વોટ્સએપ તેના યૂઝર્સને મેસેજ મોકલીને કહી રહ્યું છે કે તેઓ તેમના ડેટાનો ઉપયોગ ફેસબુક કરી શકે તે માટે સહમતિ દર્શાવે નહીં તો આઠમી ફેબ્રુઆરીથી તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીને કારણે આખા દેશમાં ચર્ચા જાગી છે. અનેક યૂઝર્સ હવે અન્ય મેસેજિંગ એપ્લિકેશન તરફ વળી રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: January 12, 2021, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading