Alert : બેડરૂમની પર્સનલ વાતો સાંભળી રહ્યો છે Xiaomi સ્માર્ટફોન, આ રીતે થયો ખુલાસો

News18 Gujarati
Updated: May 1, 2020, 1:29 PM IST
Alert : બેડરૂમની પર્સનલ વાતો સાંભળી રહ્યો છે Xiaomi સ્માર્ટફોન, આ રીતે થયો ખુલાસો
Xiaomi

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ ફોન દ્વારા તમારા તમામ પ્રકારના કામ પર નજર રાખવામાં આવી રહી છે

  • Share this:
તમારા બેડરૂમની પર્સનલ લાતો જો કોઇ સાંભળતું હોય આ વિચાર માત્રથી તમારા મનમાં અનેક સવાલ ઊભા થાય છે. ત્યારે સ્માર્ટફોનની જાણીતી કંપની પર આવો જ કંઇક આરોપ જાણીતા મેગેઝિન ફોર્બ્સેના એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. એક મોટા અને અનુભવી રિસર્ચર Quips Gabi cirligએ ફોર્બ્સને જણાવ્યું છે કે તે પોતાના Redmi Note 8 સ્માર્ટફોન પર હાલ જે કંઇક પણ કરી રહ્યા છે તે રેકોર્ડ થઇ રહ્યું છે. અને આ ડેટા ચીની ટેક દિગ્ગજ કંપની અલીબાબા દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિમોર્ટ સર્વરમાં મોકલવામાં આવી રહ્યું છે. જો શ્યાઓમી દ્વારા ભાડે લેવામાં આવ્યું છે.

આ અનુભવી સાઇબર રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ ફોન દ્વારા તમારા તમામ પ્રકારના કામ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને તમે જ્યારે સ્માર્ટફોનના ડિફોલ્ટ Xiaomi બ્રાઉઝરથી વેબ પર સર્ચ કરવાનું શરૂ કરો છો ત્યારે તેમણે જાણ્યું કે તેમની તમામ વેબસાઇટ રકોર્ડ કરવામાં આવી છે. તેમાં તમારા તેના તમામ ગૂગલ સર્ચ એન્જિનનો રેકોર્ડ પણ હતો. આ સિવાય ન્યૂઝ ફીડ દેખવાનો પણ રેકોર્ડ હતો.

ડિવાઇસ તે પણ રેકોર્ડ કરી રહ્યું હતું કે તેણે કયા કયા ફોલ્ડર ખોલ્યા અને કંઇ સ્ક્રીન પર સ્વાઇપ કર્યું. જેમાં સેટિંગ પેજ અને સ્ટેટસ બાર પણ સામેલ હતું. દાવો કરનાર વધુમાં જણાવ્યું કે મારા તમામ ડેટાને અહીંથી લઇને સિંગાપુર અને રુસના સર્વરમાં મોકલવામાં આવતા હતા. જો કે વેબ ડોમેનની મેજબાની કરતા હતા તે બેજિંગમાં રજિસ્ટર હતા.

આ વચ્ચે ફોર્બ્સેના અનુરોધ પર સાઇબર સિક્યોરિટી રિસર્ચર એન્ડ્ર્યૂ ટિયરનીએ આગળ જણાવ્યું કે તેમણે Google Play- Mi Browser Pro અને Mint Browser પર Xiaomi દ્વારા મોકવામાં આવતા બ્રાઉઝરોને પણ શોધ્યા છે. તે દ્વારા તેમણે જાણ્યું કે તે એક જ ડેટા એકઠો કરી રહ્યા હતા.આ રીતનો કેસમાં લાખો લોકોના ફોનથી પ્રાઇવેટ ડેટા ચોરી કરવામાં આવ્યો હશે. Cirlig આ મામલે પ્રાઇવસી વિષે મુદ્દો ઉઠાવ્યો છે. જો કે બીજી તરફ Xiaomi આ વાતને નકારી છે. Xiaomi હાલ ટોપ સ્માર્ટ ફોન નિર્માતામાંથી એક છે. અને તે સસ્તા સ્માર્ટફોન વહેંચવામાં પણ નંબર 1 છે. જેમાં હાઇ ક્વોલિટી ફિચર્સ હોય છે. પણ આમ કરવા જતા શું ગ્રાહકોને ભારે રકમ ચૂકવવી પડી રહી છે શું તેમની પ્રાઇવેટ લાઇફ હવે પ્રાઇવેટ નથી રહી!Cirlig નું માનવું છે કે આવા કેસ Xiaomiના અન્ય સ્માર્ટફોનમાં પણ હોઇ શકે છે. Xiaomi Mi10, Xiaomi Redmi K20 અને Xiaomi Mi Mix 3 ડિવાઇસનો એક જ બ્રાઉઝર કોડ છે. જેમાં તેમને સંદેહ છે કે તેમની પાસે એક જ ગોપનીયતા મુદ્દો છે.

Xiaomi જો કે આ વાતને નકારી છે - કંપનીનો દાવો છે કે તમામ સ્માર્ટફોન યુઝર્સ પ્રાઇવસીનું સંપૂર્ણપણે ધ્યાન રાખે છે. ડેટા ટ્રાંસફર કરતી વખતે તેને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. નિષ્કર્ષોના જવાબમાં Xiaomi કહ્યું કે રિસર્ચ કંપનીના દાવા ખોટા છે. અને પ્રાઇવસી અને સુરક્ષા કંપની ધ્યાન રાખે છે સાથે જ તમામ કાનૂનોનું પણ પૂરી રીતે પાલન કરે છે. ફોર્બ્સે Clirligનો એક વીડિયો Xiaomi આપ્યો છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે પોર્ન માટે કરેલી Google સર્ચ અને પોનહબ સાઇટનો ડેટા બીજા દૂરના સર્વર મોકલવામાં આવે છે. આ પર Xiaomiના પ્રવક્તાનું કહેવું છે કે સર્ચ અને અન્ય કેટલાક ડેટાનું એનાલિસિસ કરી યુઝરના ઇન્ટરેસ્ટ વિષે જાણવામાં આવે છે.
Published by: Chaitali Shukla
First published: May 1, 2020, 1:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading