ફોન બેંકિંગનો કરો છો ઉપયોગ, તો થઇ જાઓ સાવધાન! દેશમાં વધી રહ્યાં છે સાયબર ફ્રોડનાં કેસ

News18 Gujarati
Updated: October 2, 2020, 5:46 PM IST
ફોન બેંકિંગનો કરો છો ઉપયોગ, તો થઇ જાઓ સાવધાન! દેશમાં વધી રહ્યાં છે સાયબર ફ્રોડનાં કેસ
સાયબર ક્રાઇમ

ડિજિટલ બેંકિંગ (Digital Banking)નો ઉપયોગ કરો છો તો થોડા સાવધાન થઇ જાઓ, કારણે કે હાલમાં NCRB (National Crime Record Bureau)નાં રિપોર્ટ મુજબ ભારતમાં 2019માં સાયબર ફ્રોડ (Cyber Fraud) 64 ટકા વધી ગયુ છે

  • Share this:
નવી દિલ્હી: જો આપ સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર, નેટ બેંકિંગ (Net Banking), ડિજિટલ બેંકિંગ (Digital Banking)નો ઉપયોગ કરે છે. તો થોડાં સાવધાન થઇ જાઓ. કારણ કે હાલમાં આવેલી NCRB (National Crime Record Bureau)નાં રિપોર્ટ મુજબ ભારતમાં 2019માં સાયબર ફ્રોડ (CyberFraud) 64 ટકા વધી ગયો છે. NCRBનાં ડેટામાં કહેવામાં આવ્યું છે કે, 2019માં સાયબર ક્રાઇમનાં 44,546 કેસ આવ્યાં છે જે 2018માં 28,248 કેસ દાખલ કરવામાં આવ્યાં હતાં.આ રાજ્યમાં સામે આવેલાં સૌથી વધુ ફ્રોડનાં કેસ- કર્ણાટકમાં સૌથી વધુ સાયબર ક્રાઇમનાં કેસ દાખલ થયા છે. જેની સંખ્યા 12,020 છે. જે બાદ ઉત્તર પ્રદેશ, 11,416, મહારાષ્ટ્રમાં 4967, તેલંગનામાં 2691 કેસ અને અસમમાં 2231 કેસ નોંધાયા છે. સૌથી વધુ ફર્જીવાડા કોમ્પ્યુટરનાં માધ્યમથી થઇ રહ્યાં છે. આ રિપોર્ટ મુજબ 5.1 ટકા મામલા યૌન હિંસા સંબંધિત છે.આ પણ વાંચો- મોબાઇલ બિલ અંગે TRAIનો મોટો નિર્ણય! લોકોને મોંધા બિલથી બચાવવાં બદલ્યો ખાસ નિયમ
આ પણ વાંચો- Amazon Wow Salary Days: અડધી કિંમતમાં TV, ફ્રિજ, AC ખરીદવાની ઉત્તમ તક ઝડપી લો


આંકડા અનુસાર, મહાનાગરમાં કૂલ 18,372 કેસ આવ્યાં છે જેમાં 81.9 ટકાનાં દરે વધારો થયો છે. જેમાં અધિક્તમ કેસ 13,814 કોમ્પ્યુટર સંબંધિત ક્રાઇમ (IT અધિનિયમની કલમ 66) હેઠળ દાખલ કરવામાં આવ્યાં હતાં.
Published by: Margi Pandya
First published: October 2, 2020, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading