મહિલાઓની સુરક્ષા માટે Facebookનું દમદાર ફીચર, આપોઆપ ડિલિટ થશે વાંધાજનક તસવીરો

News18 Gujarati
Updated: December 3, 2021, 5:27 PM IST
મહિલાઓની સુરક્ષા માટે Facebookનું દમદાર ફીચર, આપોઆપ ડિલિટ થશે વાંધાજનક તસવીરો
મહિલાઓની સુરક્ષા માટે ફેસબુકનું ખાસ ફીચર

Women Safety Hub: મેટા (Meta) પ્લેટફોર્મની નિર્દેશક કરુણા નૈને એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, મેટાની આ પહેલા સુનિશ્ચિત કરશે કે તમામ મહિલાઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે.

  • Share this:
નવી દિલ્હી: ફેસબુક મહિલાઓની સુરક્ષાને લઈને એક નવું જ ફીચર લાવી રહ્યું છે. જેમાં હવે મહિલાની સહમતિ વગર તેની વાંધાજનક તસવીરો વાયરલ નહીં થઈ શકે. મેટાએ વિમેન સેફ્ટી (Women Safety) માટે ફેસબુકને StopNCII.org સાથે જોડ્યું છે. આ સાથે જ મેટાએ વિમેન સેફ્ટી હબ (Women Safety Hub) પણ રજૂ કર્યું છે. વિમેન સેફ્ટી હબ 11 ભાષામાં ઉપલબ્ધ બનશે, જેમાં હિન્દી ભાષા (Hindi Language) પણ સામેલ છે. આ વિમેન સેફ્ટી હબમાં મહિલાઓ ફેસબુક પર સુરક્ષિત રહેવા માટે અલગ અલગ ટિપ્સ અંગે જાણકારી મેળવી શકશે. આ માટે તેમને મેટા તરફથી અનેક વિશેષ ટૂલ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેટા પ્લેટફોર્મની નિર્દેશક કરુણા નૈને એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, મેટાની આ પહેલા સુનિશ્ચિત કરશે કે તમામ મહિલાઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે. ભાષા સંબધિત કોઈ પ્રકારની કોઈ સમસ્યા ન થાય.

કેવી રીતે કામ કરે છે StopNCII.orgનું ખાસ ટૂલ

StopNCII.org એક એવું પ્લેટફોર્મ છે જેનો મુખ્ય ઉદેશ્ય પ્લેટફોર્મ પર સહમતિ વગર કોઈની તસવીર શેર થતી અથવા વાયરલ થતી રોકવી. આ પ્લેટફોર્મ પર પીડિતોને અનેક ટૂલ્સ મળે છે, જેના માધ્યમથી તેઓ પોતાની સમસ્યા અંગે ફરિયાદ કરી શકે છે.

જ્યારે યૂઝર્સ કોઈ ફરિયાદ કરશે ત્યારે આ પ્લેટફોર્મ એક યૂનિક આઈડીના માધ્યમથી વિવાદિત પોસ્ટ પર એક્શન લેશે. ફેસબુકનું ઑટોમેટિક ટૂલ અપલોડ કરવામાં આવેલા તસવીરોનું સ્કેનિંગ કરે છે. એક વખત ફરિયાદ કરવામાં આવ્યા બાદ એ જ તસવીરને આધારે બેનામ હેશિસ (Anonymised Hashes) અથવા એક ખાસ ડિજિટલ આઈડેન્ટિફાયર જનરેટ કરે છે. આ જ ડિજિટલ ડેટાને આધારે ટૂલ પોતાના પાર્ટનર પ્લેટફોર્મને પણ સ્કેન કરે છે. જ્યારે પણ આ ટૂલ તેના જેવી તસવીર જુઓ છે ત્યારે તેને હટાવી દે છે. જેનાથી અન્ય વ્યક્તિ તેને જોઈ ન શકે.

રિમૂવલ રેટ 90%StopNCII.org તરફથી દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યાના કિસ્સામાં આ ટૂલનો ફોટો હટાવી દેવાનો એટલે કે સફળતાનો દર 90% છે. વર્ષ 2015થી અત્યારસુધી મહિલાઓ સાથે જોડાયેલી 2 લાખથી વધારે તસવીરો હટાવવામાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે મેટાએ મહિલાઓની સુરક્ષા માટે Red Dot ફાઉન્ડેશન અને સેન્ટર ફૉર સિસર્ચ (CSR) સાથે પણ ભાગીદારી કરી છે.

આ પણ વાંચો: FACEBOOK: જાણો કઈ રીતે તમે ફક્ત ફેસબુકના માધ્યમથી જ કરી શકો છો મોટી કમાણી

મેટાના કહેવા પ્રમાણે ભારતમાં આ સમયે ફક્ત 33 ટકા મહિલાઓ જ સોશિયલ મીડિયાનો વપરાશ કરે છે. પુરુષોની વાત કરીએ તો 67 ટકા ભારતીય પુરુષો હાલ ફેસબુકનો ઉપયોગ કરે છે. મહિલાઓ સુરક્ષાને કારણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી ડરે છે.
Published by: Vinod Zankhaliya
First published: December 3, 2021, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading