ખૂબ ઓછી કિંમતમાં મળી રહ્યો છે 108MP કેમરા, 8GB સુધી RAM અને 5G કનેક્ટિવિટી સાથેનો આ સ્માર્ટફોન


Updated: September 28, 2021, 3:34 PM IST
ખૂબ ઓછી કિંમતમાં મળી રહ્યો છે 108MP કેમરા, 8GB સુધી RAM અને 5G કનેક્ટિવિટી સાથેનો આ સ્માર્ટફોન
Mi 10i 5G

Mi 10i 5G: Mi 10iમાં 6.67 ઈંચ ફુલ HD+ (2400 x 1080 પિક્સલ) રેઝોલ્યુશન વાળી ડોટ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સાથે જ સ્ક્રીનનો એડેપ્ટિવ સિન્ક રીફ્રેશ રેટ 120 હર્ટ્સ છે

  • Share this:
મુંબઈ: જો તમે પણ ફોટોગ્રાફીના શોખીન છો અને એક નવા સ્માર્ટફોન (Smartphone)ની શોધમાં છો તો 108 મેગાપિક્સલ કેમરાવાળો ફોન તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. 108 મેગાપિક્સલ કેમરા વાળો સ્માર્ટફોન બજેટ રેન્જમાં મળી જશે. શાઓમીના Mi 10i 5G સ્માર્ટફોન પર એમેઝોન (Amazon) જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. હવે આ સ્માર્ટફોન ઓછી કિંમતમાં ઘરે લાવી શકાય છે. શાઓમીનો આ સ્માર્ટફોન 6 GB રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ (Internal storage) સાથે રુ. 21,999ની કિંમતમાં ઉપલબ્ધ છે. એમેઝોન પર આ ફોનની કિંમત 21,999 રૂપિયા છે. SBI ક્રેડિટકાર્ડ ધારકને એમેઝોન આ સ્માર્ટફોનની ખરીદી પર ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ (Instant discount) મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કે Mi 10i 5G સ્માર્ટફોન 8GB+128GB વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે.

આ ફોન 3 કલર ઓપશન્સમાં ઉપલબ્ધ છે. પેસેફિક સનરાઈઝ (Pacific Sunrise), એટલાન્ટિક બ્લૂ (Atlantic Blue) અને મીડનાઈટ બ્લેક (Midnight Black) કલર આ ફોનમાં એવેલેબલ છે. તો ચાલો ફોનનાં ફુલ સ્પેસિફિકેશન ડિટેલ્સ પર નજર કરીએ.

Mi 10iમાં 6.67 ઈંચ ફુલ HD+ (2400 x 1080 પિક્સલ) રેઝોલ્યુશન વાળી ડોટ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સાથે જ સ્ક્રીનનો એડેપ્ટિવ સિન્ક રીફ્રેશ રેટ 120 હર્ટ્સ છે. ફોનની સુરક્ષા માટે બંને બાજુ એટલે કે, ફ્રંટ અને બેકમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એંડ્રોઈડ આધારિત MIUI 12 પર ચાલે છે. Mi 10i 5Gમાં ફોનની સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યા છે.

ફોનમાં છે 108 મેગાપિક્સલનો કેમરો

શાઓમીના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમજ આ ફોનમાં X52 5G મોડમ છે. જે 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. Mi10iમાં 4 કેમરા આપવામાં આવ્યા છે. તેમાં અપર્ચર એફ/1.75ની સાથે 108 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECKઆ ઉપરાંત અપર્ચર એફ/2.2 સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ એંગલ, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેંસર આપવામાં આવ્યા છે. ફોનનાં ફ્રન્ટમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમરો છે. Mi 10iમાં પાવર માટે 4820mAhની બેટરી આપવામાં આવી છે. ફોનની સાથે જ 33 વૉટનું ફાસ્ટ ચાર્જર આપવામાં આવે છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ-સ્ટીરીઓ સ્પીકર્સ, 3.5 એમએમ હેડફોન જેક, યુએસબી ટાઈપ-સી પોર્ટ અને IR સેંસર આપવામાં આવ્યા છે.
First published: September 28, 2021, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading