10 હજાર રૂપિયા સસ્તો થઈ ગયો Samsungનો આ પ્રીમિયમ સ્માર્ટફોન, બજેટ ફોન ઉપર પણ ભારે છૂટ

News18 Gujarati
Updated: April 18, 2021, 9:18 AM IST
10 હજાર રૂપિયા સસ્તો થઈ ગયો Samsungનો આ પ્રીમિયમ સ્માર્ટફોન, બજેટ ફોન ઉપર પણ ભારે છૂટ
Samsung Days Saleનો છેલ્લો દિવસ 19 એપ્રિલ, જેમાં સૈમસંગના આ સ્માર્ટફોન્સને સસ્તામાં ખરીદવાની તક

Samsung Days Saleનો છેલ્લો દિવસ 19 એપ્રિલ, જેમાં સૈમસંગના આ સ્માર્ટફોન્સને સસ્તામાં ખરીદવાની તક

  • Share this:
બેંગલુરુ. સૈમસંગ (Samsung)એ ગ્રાહકો માટે સૈમસંગ ડેઝ સેલ આયોજિત કર્યો છે. આ સેલ અમેઝોન (Amazon), ફ્લિપકાર્ટ (Flipkart) અને સેમસંગ.કોમ પર રાખવામાં આવ્યો છે. સેલનો છેલ્લો દિવસ 19 એપ્રિલ છે, અને ગ્રાહક અહીંથી સૈમસંગની પ્રોડક્સ્લને સસ્તામાં ખરીદી શકે છે. કંપનીએ જાહેરાત કરી છે કે સેલ દરમિયાન ગ્રાહક ગેલેક્સી S20 Ultra (Samsung Galaxy S20 Ultra) પર 10 હજાર રૂપિયાનું કેશબેક, ગેલેક્સી S21+ પર 7 હજાર રૂપિયાનો કેશબેક અને ગેલેક્સી S21 પર 5 હજાર રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. જેના કારણે ગ્રાહકોને HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે (માત્ર EMI ટ્રાન્ઝેક્શન).

Samsung Galaxy S20 Ultraના ફીચર્સઃ સૈમસંગ ગેલેક્સી S20 અલ્ટ્રા એક એવો સ્માર્ટફોન છે, જેનું વજન 220 ગ્રામ છે અને તેની જાડાઈ 8.8 mm છે. આ ફોનમાં 6.9 ઇંચનો ડિસ્પ્લે અને 1440 x 3200 પિક્સલ્સ રેઝોલ્યૂશન આપવામાં આવે છે. Samsungના આ હેન્ડસેટ Android v10 (Q) ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે.

આ પણ વાંચો, ગૂગલની આ સર્વિસ 1 જૂનથી બદલાઈ જશે, જાણો તમારી પર શું થશે અસર

Samsung Galaxy S21 સીરીઝ ઉપરાંત સૈમસંગ પોતાની A-સીરીઝ, F-સીરીઝ અને M-સીરીઝ સ્માર્ટફોન ઉપર પણ ઓફર આપવામાં આવી રહી છે.

સાથોસાથ જો ગ્રાહક HDFC બેંક ક્રેડિટ (HDFC Credit Card) અને ડેબિટ કાર્ડ (Debit Card)નો ઉપયોગ કરે છે તો તેમને ગેલેક્સી M51, ગેલેક્સી M31s, ગેલેક્સી M31, ગેલેક્સી M11, ગેલેક્સી M12, ગેલેક્સી M02s, ગેલેક્સી M02, ગેલેક્સી M01, ગેલેક્સી M01s, ગેલેક્સી F41, ગેલેક્સી F02s, ગેલેક્સી A71, ગેલેક્સી A51, ગેલેક્સી A31, ગેલેક્સી A21s અને ગેલેક્સી A12 પર 10 ટકાનો ઇન્સ્ટેન્ટ કેશબેક મળશે, જે 1000 રૂપિયા સુધી હશે.

આ પણ વાંચો, અચાનક પાણીને બદલે નદીમાં વહેવા લાગ્યું દૂધ, તપેલી-ડોલ લઈને લોકો દોડી પડ્યા

Flipkart ઉપર પણ ચાલી રહ્યો છે Carnival સેલ

આ ઉપરાંત Flipkart પર સ્માર્ટફોન કાર્નિવલ સેલ ચાલી રહ્યો છે. જેનો છેલ્લો દિવસ 20 એપ્રિલ છે. અહીંથી સેલમાં ગ્રાહક એપલ આઇફોન 12 પ્રો મેક્સ, પોકો M3, iQOO 3, શિયોમી Mi 10T, રિયલમી નાર્જો 30A, આઇફોન 11, મોટો G10 પાવર જેવા ફોનને ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.
Published by: Mrunal Bhojak
First published: April 18, 2021, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading