આનંદો! Googleની આ મોંધી સર્વિસ 30 સપ્ટેમ્બર સુધી મફતમાં વાપરી શકશો.

News18 Gujarati
Updated: April 11, 2020, 12:45 PM IST
આનંદો! Googleની આ મોંધી સર્વિસ 30 સપ્ટેમ્બર સુધી મફતમાં વાપરી શકશો.
ગૂગલ મીટ

Zoom સામે હરિફાઇને જોતા Googleએ તેની આ મોંધી સર્વિસ કરી દીધી છે ફ્રી

  • Share this:
ગૂગલે (Google) પોતાના વીડિયો કોન્ફરન્સિંગ (Video Confrencing) અને મેસેજીંગ પ્લેટફોર્મ હેંગઆઉટ (Hangout)ને રિબ્રેડ કરની મીટ (Meet) બનાવી દીધું છે. સાથે જ ગૂગલે લોકડાઉનના આ સમયમાં તેના પ્રીમિયમ ફિચર્સ ફ્રીમાં વાપરી શકવાની તારીખ પણ લંબાવી દીધી છે. ગૂગલે ગત મહિને જાહેરાત કરી હતી કે તમામ G suite ગ્રાહકો Meetના પ્રીમિયમ ફિચર્સનો ઉપયોગ 1 જુલાઇ સુધી કરી શકશે. જે હવે લંબાવીને 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું છે.

ગૂગલ Meet પ્રીમિયર ફિચર હેઠળ 250 લોકોને એક સાથે વીડિયો કોન્ફરેન્સમાં જોડી શકાય છે. અને સાથે જ યુઝર્સ ડોમેનની સાથે 100,000 વ્યૂઅર્સ સુધીના કંટેન્ટ લાઇવ સ્ટ્રીમ કરી શકાય છે. આ સિવાય પ્રીમિયમ ફિચર્સમાં G suite યુર્ઝર્સ મિટીંગ રેકોર્ડ પણ કરી શકે છે. ગૂગલના CEO સુંદર પિચાઇએ Meet પર જાણકારી આપતા કહ્યું કે ગૂગલ Meetના 2 મિલિયન યુઝર્સ થઇ ગયા છે. અને ગૂગલ ક્લાસરૂમના લગભગ 100 મિલિયન વિદ્યાર્થીઓ અને ટિચર્સને આવરે છે. જે તેનો શિક્ષણ પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરે છે.

લોકડાઉનના આ સમયે પરિસ્થિતિની માંગ જોતા ગૂગલે આ ઓફરની સમય સીમા વદારી છે. આ સમયે લોકો સ્કૂલ, ઓફિસનું કામ વીડિયો કોન્ફેસિંગ એપ્સનો સહારો લઇને કરે છે. આ સમયે ગૂગલની આ જાહેરાતથી કંપનીને ફાયદો મળશે. વળી હાલ તેના હરિફ zoom, સ્કેલ અને માઇક્રોસ્ફોટ સામે પણ મદદ મળશે.ઉલ્લેખનીય છે કે હાલ Zoom પ્રાઇસી મામલે વિવાદમાં પડ્યું છે. તો બીજી તરફ માઇકોસોફ્ટે સ્કાઇપી મીટ ચાલુ કર્યું છે. ત્યારે પોતાના ગ્રાહકો અન્ય કોઇ એપમાં જાય નહીં તે માટે ગૂગલે તેની સેવાની મફતમાં આપવાની તારીખ લંબાવી છે. વધુમાં ગૂગલ, ગૂગલ હેંગઆઉટ મીટનું નામ ગૂગલ મીટ કરવાનું વિચારી રહી છે. જો કે બિઝનેસ ઉપયોગ સિવાય સામાન્ય ગ્રાહકો માટે જે ચેટિંગ એપ હેંગઆઉટ છે તે એ જ રહેશે. હેંગઆઉટ નામ પ્રોફેશનલ કામો માટે યોગ્ય નથી તેમ વિચારીને ગૂગલ તેનું નામ બદલી ગૂગલ મીટ કરવાનું વિચારી રહ્યું છે. જેથી લોકોને બિઝનેસ મીટિંગ કરવામાં સરળતા રહે.
Published by: Chaitali Shukla
First published: April 11, 2020, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading