શાનદાર તક! 3 મહિના માટે ફ્રિમાં મળી રહ્યું છે YouTube પ્રીમિયમ, મળશે ખાસ સુવિધાઓ

News18 Gujarati
Updated: August 21, 2022, 6:28 PM IST
શાનદાર તક! 3 મહિના માટે ફ્રિમાં મળી રહ્યું છે YouTube પ્રીમિયમ, મળશે ખાસ સુવિધાઓ
ભારતમાં યુઝર માટે ઘણા પ્રીપેડ અને મેમ્બરશિપ પ્લાન છે. પ્લાન્સ દર મહિને 129 રૂપિયાથી શરૂ થાય છે. વિદ્યાર્થીઓ માટે, તે 79 રૂપિયામાં ઉપલબ્ધ છે.

ભારતમાં યુઝર માટે ઘણા પ્રીપેડ અને મેમ્બરશિપ પ્લાન છે. પ્લાન્સ દર મહિને 129 રૂપિયાથી શરૂ થાય છે. વિદ્યાર્થીઓ માટે, તે 79 રૂપિયામાં ઉપલબ્ધ છે.

  • Share this:
કોઈપણ વિડિયો જોવા માટે આપણે બધા YouTube ખોલીએ છીએ. વીડિયો સ્ટ્રીમિંગ માટે આ એક લોકપ્રિય એપ છે. પરંતુ કેટલીકવાર જાહેરાતો આવવાથી મનોરંજનમાં મજા બગડી જાતી હોય છે. એટલા માટે યુટ્યુબ યુઝર્સ માટે એડ ફ્રી સર્વિસ પણ આપે છે.

ગૂગલ આ માટે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સેવા આપી રહ્યું છે, જેથી યુઝર્સને જાહેરાતો જોવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જાય છે, પરંતુ તમારે તેના માટે ચૂકવણી કરવી પડે છે. જોકે, 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર Google તેના વપરાશકર્તાઓને 3 મહિના માટે YouTube Premium મફતમાં આપી રહ્યું છે.

શું છે સ્વતંત્રતા દિવસની ઑફરના ફાયદા? આ ઓફર હેઠળ વપરાશકર્તાઓને YouTube પ્રીમિયમના તમામ લાભો આપવામાં આવશે. આમાં, વપરાશકર્તાઓ વિડિયો ડાઉનલોડ કરી શકે છે, જાહેરાત-મુક્ત અનુભવ મેળવી શકે છે, સ્ક્રીન લૉક કરશો તો પણ વિડિયો ચાલતા રહશે અને YouTube સંગીત પણ કોઈપણ જાહેરાત વિના ચલાવી શકાશે.

આ ઓફર કેવી રીતે મેળવવી? જ્યારે તમે YouTube પર નવા વપરાશકર્તા તરીકે નોંધણી કરો છો, ત્યારે તમારું Google ID અને પાસવર્ડ ભર્યા પછી એક પોપ-અપ તમને પૂછશે કે શું તમે સ્વતંત્રતા દિવસની ઓફરનો લાભ લેવા માંગો છો. તમારી પાસે ઓફર માટે જવાનો અથવા ના કહેવાનો વિકલ્પ હશે.

ભારતમાં યુઝર માટે ઘણા પ્રીપેડ અને મેમ્બરશિપ પ્લાન છે. પ્લાન્સ દર મહિને 129 રૂપિયાથી શરૂ થાય છે. વિદ્યાર્થીઓ માટે, તે 79 રૂપિયામાં ઉપલબ્ધ છે. કૌટુંબિક યોજનાઓ દર મહિને રૂ. 189 થી શરૂ થાય છે અને વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પ્લાન છે જેની કિંમત રૂ. 1,290 છે.
Published by: mujahid tunvar
First published: August 21, 2022, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading