Mobile OS: ખતમ થશે Google અને Apple કંપનીનું વર્ચસ્વ, સ્માર્ટફોન માટે ભારત પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે

News18 Gujarati
Updated: January 26, 2022, 4:56 PM IST
Mobile OS: ખતમ થશે Google અને Apple કંપનીનું વર્ચસ્વ, સ્માર્ટફોન માટે ભારત પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે
ઓપરેટિંગ સિસ્ટમ (પ્રતીકાત્મક તસવીર)

Indigenous Operating System for smartphone: ભારત સરકાર આ કંપનીઓનું વર્ચવ્ય ખતમ કરવા માટે પૂર ઝડપે તૈયારી કરી રહી છે. જે બાદમાં ભારતીય મોબાઇલ યૂઝર્સ (Mobile users in India) આ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી ઓપરેટિંગનો સિસ્ટમનો ઉપયોગ નહીં કરે.

  • Share this:
નવી દિલ્હી: ઑપરેટિંગ સિસ્ટમ (Operating System) મામલે ગૂગલ (Google) અને એપલ (Apple) કંપનીઓનં એક હથ્થું શાસન બહુ ઝડપથી ખતમ થશે. ભારત સરકાર આ કંપનીઓનું વર્ચવ્ય ખતમ કરવા માટે પૂર ઝડપે તૈયારી કરી રહી છે. જે બાદમાં ભારતીય મોબાઇલ યૂઝર્સ (Mobile users in India) આ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી ઓપરેટિંગનો સિસ્ટમનો ઉપયોગ નહીં કરે. ઉલ્લેખનીય છે કે હાલ ઓપરેટિંગ સિસ્ટમ મામલે એપલ અને ગૂગલને દબદબો છે.

હકીકતમાં સરકાર ઘરેલૂ ઑપરેટિંગ સિસ્ટમ (Indigenous Operating System) બનાવવા માંગે છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી (Minister of State for Electronics and Information Technology) રાજીવ ચંદ્રશેખર (Rajeev Chandrasekhar)નું કહેવું છે કે સરકાર ઉદ્યોગ માટે ગૂગલની એન્ડ્રોઇડ અને એપલની આઈઓએસના વિકલ્પ તરીકે એક સ્વદેશી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માંગે છે. આ માટે એક અનુકૂળ નીતિ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ.

નીતિ બનાવવા પર વિચાર

ચંદ્રશેકરે કહ્યુ કે હાલ મોબાઇલ ફોનમાં બે ઓપરેટિંગ સિસ્ટમનો દબદબો છે. પ્રથમ ગૂગલની એન્ડ્રોઈડ અને બીજી એપલની આઈઓએસ. કોઈ ત્રીજી ઓપરેટિંગ સિસ્ટમ નથી. આવી અનેક વાતોને ધ્યાનમાં રાખીને અમને નવી હેન્ડસેટ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં રસ છે. અમે લોકો સાથે વાતચીત કરીને એક નીતિ બનાવવા અંગે વિચારી રહ્યા છીએ.

ઓપરેટિંગ સિસ્ટમ કેટલી જરૂરી?

કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યુ કે, સરકાર એક સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે સ્ટાર્ટઅપ અથવા શૈક્ષણિક સંસ્થાઓની અંદર ક્ષમતાઓને શોધી રહી છે. ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ કોમ્પ્યુટર અથવા મોબાઇલ ઉપકરણને ચલાવવા માટે મુખ્ય સૉફ્ટવેર છે. તેના વગર ડિવાઇસનું સંચાલન શક્ય નથી.આ પણ વાંચો New Technology: 2022ના વર્ષમાં આ ટેક્નોલોજીનો વિકાસ બદલી દેશે તમારું જીવન

ઇલેક્ટ્રોનિક નિકાસ વધારવાની તૈયારી

ટેલિકોમ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ICEA તરફથી તૈયાર કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર દ્રષ્ટિકોણનો બીજો ખંડ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના 72 અબજ ડૉલરના વર્તમાન સ્તરને 2026 સુધી 300 અબજ ડૉલર સુધી પહોંચાડવાની રૂપરેખા રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે આ રિપોર્ટ ખૂબ જ ચોક્કસ છે. જે એવું જણાવે છે કે 300 અબજ ડૉલર ક્યાંથી આવશે. ઉદ્યોગ તેમજ સરકારે શું કરવાનું છે. હાલ દેશમાં ઇલેક્ટ્રોનિક્સ નિકાસ આશરે 15 અબજ ડૉલર છે.
Published by: Vinod Zankhaliya
First published: January 26, 2022, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading