શું તમારા પાસવર્ડ સાથે ચેડા થયા છે? iPhoneનું આ ખાસ ફીચર તમને આપશે માહિતી


Updated: October 19, 2021, 8:35 AM IST
શું તમારા પાસવર્ડ સાથે ચેડા થયા છે? iPhoneનું આ ખાસ ફીચર તમને આપશે માહિતી
આઇફોન સુરક્ષા (પ્રતીકાત્મક તસવીર)

How to check hacked password on iPhone: આપણા ડેટાને સુરક્ષિત રાખવા માટે આપણે પાસવર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ પાસવર્ડ એક સિક્કાની બે બાજુ જેવો છે.

  • Share this:
મુંબઈ: સ્માર્ટફોન અને ઈન્ટરનેટના જમાનામાં હવે દરેક વ્યક્તિ પાસવર્ડ (Password) શબ્દથી પરિચિત છે. આપણા ડેટાને સુરક્ષિત (How to secure data) રાખવા માટે આપણે પાસવર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ પાસવર્ડ એક સિક્કાની બે બાજુ જેવો છે. એક સારી તો બીજી નરસી. એક તરફ જ્યાં પાસવર્ડ સ્ટ્રોંગ (Strong password) હોય તો આપણા ડેટા અને અકાઉન્ટને હેક થતા બચાવે છે અને આપણી વિગતોને સુરક્ષિત કરે છે તો બીજી તરફ જો આ જ પાસવર્ડ સરળ હોય અને સ્ટ્રોંગ ન હોય તો તમે આસાનીથી હેકર્સનો શિકાર બની શકો છો.

દરેક સ્માર્ટફોનમાં હવે પાસવર્ડ સેટ કરી શકાય તેવાં ફીચર જોવા મળતા જ હોય છે. પણ શું તમે જાણો છો કે એપલના ડિવાઈસ જેવા કે આઈફોન (iPhone) અને આઈપેડ (iPad)માં એક ખાસ સાઇબર સિક્યોરિટી ફીચર (Security feature) છે. આ ફીચર તમને જણાવશે કે કોઈ ચોક્કસ એપના લોગિન ક્રેડેન્શ્યિલ કોઈપણ પ્રકારનાં ડેટા લીકમાં જોવા મળ્યાં છે કે કેમ? તમારી કોઈ પણ એપનાં પાસવર્ડ વિશે આ ફીચર સચોટ માહિતી આપશે.

પાસવર્ડ સાથે ચેડા કે લીક થયા વિશે આ રીતે જાણો

જ્યારે પણ તમારા અકાઉન્ટની ડિટેઈલ્સ કે પાસવર્ડ કોઈ ડેટા લીકમાં જોવા મળે તો આઈફોનનું સિક્યોરિટી ફિચર આ અંગે તમને જાણ કરશે પણ જ્યાં સુધી તમે તમારા એકાઉન્ટના પાસવર્ડને લોગઈન માટે નહીં વાપરો ત્યાં સુધી આ અંગે જાણ થશે નહીં. જો તમારા એમેઝોન, ગૂગલ અથવા નેટફ્લિક્સનો પાસવર્ડ કોઈએ હેક કર્યો હોય તો આ ફીચરની મદદથી તમે આ અંગે જાણી શકો છો. એટલું જ નહીં તમે સરળતાથી આ સાઈટ કે એપના પાસવર્ડ બદલી શકો તેવી સુવિધા પણ અહીં આપવામાં આવે છે. તમારા iOSની સિક્યોરિટી ચેક એ ખૂબ જરૂરી છે અને આ પ્રકારની સિક્યોરિટી ચેકથી સિક્યોરિટી રિસ્ક ટાળી શકાય છે.

નીચે જણાવેલી કેટલાક સ્ટેપ્સથી આ સિક્યોરિટી ચેક કરી શકાય છે:

>> સિક્યોરિટી ચેક કરવા માટે તમારા આઈફોન (iPhone) અથવા આઈપેડ (iPad)માં સેટિંગ્સ (Settings) ઓપન કરો.Settings ઓપન કર્યા બાદ સ્ક્રોલ કરો અને પાસવર્ડ (Password) ઓપ્શન પર ટેપ કરો.



>> પાસવર્ડ ઓપ્શન પર ટેપ કર્યા પછી તેમાં તમારો પાસકોડ (passcode), ટચ આઈડી (Touch ID) અથવા ફેસ આઈડી (Face ID) એન્ટર કરો.

>> અહીં તમને એક "Autofill Passwords" નામનું ઓપ્શન દેખાશે. આ ઓપ્શનમાં સિક્યોરિટી રેકમેન્ડેશન "Security Recommendations" પર ક્લિક કરો. જો કોઈ પણ સિક્યોરિટી રિસ્ક હશે તો અહીં તે નંબર ઑફ સિક્યોરિટી રિસ્ક અહીં સ્પોટ થાય છે.

>> સિક્યોરિટી રિકમાન્ડેશન પર ક્લિક કરવાથી ફોનનાં જે પણ એકાઉન્ટના પાસવર્ડના ડેટાલિક અને નબળા પાસવર્ડ વિશે માહિતી આપે છે.



>> અહીં તમારા આઈફોન અથવા આઈપેડના એવા અકાઉન્ટ કે જેના પાસવર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા હોય અને તે ડેટાલિકમાં દેખાતા હોય તો તમે અહીંથી તેનો પાસવર્ડ ચેન્જ કરી શકો છો અથવા તો તેને એન્ટ્રી લિસ્ટમાંથી ડિલીટ પણ કરી શકો છો.

>> પાસવર્ડ બદલવા માટે "Change Password on Website." પર ટેપ કરો. "Change Password on Website." પર ટેપ કર્યા બાદ તમને એક પોપઅપ જોવા મળશે તે તમને વાબસાઈટ પર લઈ જશે જ્યાં તમે પાસવર્ડ બદલી શકો છો.



>> પાસવર્ડ મેનૂમાં તમે અલગ અલગ અકાઉન્ટનાં સેવ કરેલા પાસવર્ડ જોઈ શકો છો. જેનાં પર ટેપ કરીને તમે તરત જ કોઈ પણ કાઉન્ટનાં પાસવર્ડને ડિલીટ કરી શકો છો.
Published by: Vinod Zankhaliya
First published: October 19, 2021, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading