તમારા ઇનબોક્સને ક્લીન અને સુરક્ષિત રાખવા માટે Gmailની આ ટ્રીક્સનો કરો ખાસ ઉપયોગ


Updated: September 22, 2021, 7:58 PM IST
તમારા ઇનબોક્સને ક્લીન અને સુરક્ષિત રાખવા માટે Gmailની આ ટ્રીક્સનો કરો ખાસ ઉપયોગ
દરરોજ આપણા મોબાઈલ અને ઈમેઈલ (Mobile and email) પર ઘણા પ્રકારની જાહેરાતો આવતી રહે છે.

દરરોજ આપણા મોબાઈલ અને ઈમેઈલ (Mobile and email) પર ઘણા પ્રકારની જાહેરાતો આવતી રહે છે. તેથી આપણું મેલબોક્સ (Mailbox) ક્લીન અને સિક્યોર (Clean and secure) રાખવું ખુબ જ જરૂરી છે.

  • Share this:
નવી દિલ્હી:  હાલનો સમય ઈન્ટેનનેટનો છે. ઈન્ટરનેટ (Internet) આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. ઈન્ટનેટ વિના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કોઈપણ વસ્તુ અથવા કોઈપણ પ્રકારની માહિતી પળભરમાં લાવવાની તાકાત ઇન્ટરનેટમાં છે. દરરોજ આપણા મોબાઈલ અને ઈમેઈલ (Mobile and email) પર ઘણા પ્રકારની જાહેરાતો આવતી રહે છે. તેથી આપણું મેલબોક્સ (Mailbox) ક્લીન અને સિક્યોર (Clean and secure) રાખવું ખુબ જ જરૂરી છે. ઘણીવાર તેને ફિલ્ટર (Filter) કરવાની પ્રક્રિયા ખુબ જ જટીલ બની જાય છે. પરંતુ નીચે આપેલી સરળ રીત તમને તમારું મેલબોક્સ ક્લીન અને સિક્યોર (Mailbox Clean and Secure) રાખવામાં ઘણી મદદ કરી શકે છે.

2FA હેકર્સને દૂર રાખવામાં તમારી મદદ કરશે

2FA અથવા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન તમારે માટે ઘણું મદદરૂપ થઇ શકે છે, જેમાં OTPનું વધારાનું લેયર ઉમેરીને તમારી ઈમેઇલ સુરક્ષાને મોટા પ્રમાણમાં વધારે છે, એટલું જ નહીં પરંતુ કોઈ બીજુ ડિવાઈસ જોડાય તો તેના વિશે તમને માહિતી પણ આપે છે. જો તમારો મેલ હેક થયો હોય તો તેની ખાતરી કરવા માટે અહીં ચેક કરો. Https://haveibeenpwned.com/ નો ઉપયોગ કરીને તમારા ઈમેઈલ સાથે ચેડા થયા છે કે કેમ તે તપાસો અને જો તમારા ઇમેલ સાથે કંઈક આવું થયું હોય તો, તરત જ તમારો પાસવર્ડ બદલો. અમને 2FA ચાલુ કરવા માટે, આ લિંકની મુલાકાત લો: https://myaccount.google.com/signinoptions/two-step-verification/enroll-welcome

જો તમે બધા ઇમેલ કાઢી પણ નાખો તો પણ સ્પામ મેલ ખુબ જ ઝડપથી થોડા જ દિવસમાં ભરાઈ જાય છે. તેનો એક માત્ર ઉપાય છે કે જયારે પણ તમે કોઈ નકામા ઇમેલ જુઓ તો તેને અનસબ્સ્ક્રાઇબ કરી દો. ફક્ત અનસબ્સ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, જે સૌથી ઉપર અથવા તમારા ઇમેલના નીચે ભાગમાં હોઈ શકે છે.

ફિલ્ટરનો ઉપયોગ કરો

ફિલ્ટર્સનો ઉપયોગ કરીને, તમે તમારા ઇનબોક્સમાંથી ઇમેલ ને કેટલાક ફોલ્ડર અથવા ટ્રેશમાં ટ્રાન્સફર શકો છો. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝર્સે ડેસ્કટોપ પર Gmail પર જવું જરૂરી છે, પછી સર્ચ બોક્સના જમણા બાજુ આવેલા સ્લાઇડર્સ આઇકોન પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તેની માહિતી દાખલ કરવાની રહેશે અને "Create Filter" બટન પર ક્લિક કરો. ત્યારપછી તમારે તે મેલ સાથે શુ કરવું છે તેના વિશેનો વિકલ્પ પસંદ કરો અને તમારું કામ થઇ જશે.મોકલેલ મેસેજને ફરી લાવો

મોકલેલા મેસેજને ફરી લાવવા માટે તમારે ઉપરની જમણી બાજુના ગિયર આયકન પર ક્લિક કરીને, તમારા Gmail સેટિંગ્સમાં જવાની જરૂર છે. General tabમાં "Undo Send" માટે સેટિંગ શોધો અને તમને ગમતો સમય સેટ કરો. Gmail મોકલેલા ઇમેલને ફરી લાવવા માટે 30 સેકન્ડ સુધીની સમયમર્યાદા આપે છે.

આ પણ વાંચો: આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECK

સ્માર્ટ કમ્પોઝ

Gmailના સ્માર્ટ કમ્પોઝ ફીચરનો ઉપયોગ કરવાથી તમે તમારા ઇમેલ લખવાની ક્ષમતાને વધારી શકો છો અને લાંબા ઇમેલ લખવાનું પણ સરળ લાગે છે. પ્રિડીક્ટ ટેક્સ્ટ સાથે, સ્માર્ટ કમ્પોઝ તમને ફક્ત કીસ્ટ્રોકથી વાક્યો લખવામાં સહાય કરે છે. તેને સક્ષમ કરવા માટે, Gmail સેટિંગ્સમાં General tab માં સ્માર્ટ કમ્પોઝ વિકલ્પ શોધો.
Published by: kuldipsinh barot
First published: September 22, 2021, 7:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading