રિલાયન્સે લોન્ચ કર્યું જિયો ગીગા ટીવી, વોઇસ કમાન્ડ ઉપર કરશે કામ

News18 Gujarati
Updated: July 5, 2018, 12:42 PM IST
રિલાયન્સે લોન્ચ કર્યું જિયો ગીગા ટીવી, વોઇસ કમાન્ડ ઉપર કરશે કામ
ફાઇલ તસવીર

મુંબઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કંપનીની 41મી વાર્ષીક બેઠક યોજાઈ હતી. જેમાં રિલાયન્સ જિયો ફોન-2ની સાથે કંપનીએ જિયો ગીગા ટીવી પણ લોન્ચ કર્યું છે.

  • Share this:
મુંબઇમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કંપનીની 41મી વાર્ષીક બેઠક યોજાઈ હતી. જેમાં રિલાયન્સ જિયો ફોન-2ની સાથે કંપનીએ જિયો ગીગા ટીવી પણ લોન્ચ કર્યું છે. જિયો ગિગા સેટ ટોપ બોક્સમાં એક જ જગ્યાએ બધી જ ચેનલોની સુવિધા હશે. જિયો ગીગા ફાઇબરની સુવિધા ધરાવતા આ સેટ ટોપ બોક્સમાં વોઇસ કમાન્ડ પણ હશે જે અનેક ભાષાઓમાં કામ કરશે.

લોન્ચ કરતા સમયે ઇશા અને આકાશ અંબાણીએ કહ્યું કે, તમારા માટે જિયો ગીગા સેટ ટોપ બોક્સ પણ લાવી રહ્યું છે. 4K રિસ્યોલ્યૂશનમાં તમને થિયેટરનો અનુભવ કરાવશે. આ સેટ ટોપ બોક્સમાં વોઇસ કમાન્ડ પણ હશે જે મોટા ભાગની ભાષાઓમાં કામ કરશે.

સ્માર્ટ હોમ, સેટ ટોપ બોક્સ

કંપનીએ કહ્યું કે, હવે MBPSના દિવસો ગયા હવે અમારી પાસે GBPS છે. બીજું ફિચર્સ સેટ ટોપ બોક્સ છે. અમે કોલિંગ ફિચર્સ પણ આપ્યું છે. હવે જિયો ટીવી યુઝર્સ બીજા જિયો ટીવી યુઝર્સને વીડિયો કોલિંગ પણ કરી શકશે. આ ઉપરાંત તેમાં હેલ્થ કંસ્લ્ટેસીમાં મદદ મળશે. જિયો એન્જિનિયર્સ આ સર્વિસને તમારા ઘરે માત્ર એક કલાકમાં સેટઅપ કરી શકે છે.

ગીગા ફાયબર માટે 15 ઓગસ્ટથી થશે રજિસ્ટ્રેશન

આ ઉપરાંત 15 ઓગસ્ટથી તમે જિયો ગીગા ફાયબરનું રજિસ્ટ્રેશન કરાવી શકો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ એ વિસ્તારને પહેલા પ્રાથમિકતા આપશે જ્યાં સૌથી વધારે રજિસ્ટ્રેશન થશે. જિયો ગીગા ફાયબરને દેશના ટોપ 5 બ્રોડબ્રેન્ડ પ્રોવાઇડર્સમમાં સમાવવાનો અમારો હેતું છે.
Published by: Ankit Patel
First published: July 5, 2018, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading