Samsung Galaxy Note 9 લોન્ચ, S Penથી તમે ક્લિક કરી શકશો ફોટો

News18 Gujarati
Updated: August 10, 2018, 8:05 AM IST
Samsung Galaxy Note 9 લોન્ચ, S Penથી તમે ક્લિક કરી શકશો ફોટો
S Penની મદદથી તમે સેલ્ફી શૂટ કરી શકશો

S Pen, Galaxy Note 9માં લગાવવાના એક મિનીટમાં ચાર્જ થઈ જાય છે.

  • Share this:
સેમસંગે ગુરૂવારે ન્યૂયોર્કમાં થયેલી એક ઈવેન્ટમાં Galaxy Note 9 લોન્ચ કરી દીધો છે. Galaxy Note 9ની સાથે જ યૂઝરને S Pen પણ મળશે. નવી S Pen બ્લૂટૂથ LEને સપોર્ટ કરશે. આનો ઉપયોગ રિમોટ કંટ્રોલની જેમ કરી શકાશે.

આની મદદથી તમે youtube Videoને પણ પ્લે અને પોઝ કરી શકશો. સાથે, Snapchatમાં સ્નેપ્સ કેપ્ચર કરી શકશો. સેલ્ફી લઈ શકશો. સેમસંગ Galaxy Note 9માં તમે S Penથી ફોટો પણ ક્લિક કરી શકશો. S Pen, Galaxy Note 9માં લગાવવાના એક મિનીટમાં ચાર્જ થઈ જાય છે. જો તેની બેટરી ખતમ થઈ જાય તો, તે Stylusના રૂપે પણ કામ કરે છે.

S Penથી સેલ્ફી પણ લઈ શકાશે

સેમસંગમાં પ્રોડક્ટ માર્કેટિંગના ડાયરેક્ટર જોનાથન વાંગે કહ્યું કે, S Penમાં હવે બ્લૂટૂથ છે. બ્લૂટૂથ લો એનર્જી તેમાં અલ્ટીમેટ રિમોટ કંટ્રોલમાં બદલી દે છે. આનાથી તમે Youtube વીડિયો પણ પ્લે અને પોઝ કરી શકસો. S Penની મદદથી તમે સેલ્ફી શૂટ કરી શકશો.

PenUpના 40 લાખથી વધારે સબસ્ક્રાઈબર્સ છે. આ સિવાય, S Penમાં સુપરકેપેસિટર છે. S Penની મદદથી તમે પ્રેજન્ટેશનની સ્લાઈડ કે પોતાની પ્લેલિસ્ટમાં આગળના ગીત પર જઈ શકો છો. ફૂલ ચાર્જ પર S Pen લગભગ 200 ક્લિક કરી શકે છે. આ સિવાય S Penમાં તમે કેટલીક એક્શંસને કસ્ટમાઈઝ પણ કરી શકો છો.
Published by: kiran mehta
First published: August 10, 2018, 8:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading