Top 10 fast charging phones: આ સ્માર્ટફોનના ફાસ્ટ ચાર્જર મિનિટોમાં બેટરી કરે છે ફૂલ ચાર્જ, જુઓ યાદી


Updated: December 2, 2021, 4:23 PM IST
Top 10 fast charging phones: આ સ્માર્ટફોનના ફાસ્ટ ચાર્જર મિનિટોમાં બેટરી કરે છે ફૂલ ચાર્જ, જુઓ યાદી
ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવતા 10 સ્માર્ટફોન

Top 10 fast charging phones: અત્યારે મોબાઈલ કંપનીઓ ઘણા મોડેલમાં લાંબો સમય ચાલે તેની હેવી બેટરી અને તુરંત ચાર્જ થાય તેવું ફાસ્ટ ચાર્જર આપવા લાગી છે.

  • Share this:
મુંબઈ: સ્માર્ટફોન (Smartphone)ના કારણે આજના સમયમાં અનેક કામમાં સહાયતા થઈ રહી છે. આજના ફોન માત્ર સંદેશા વ્યવહાર માટે જ નહીં, મનોરંજન અને કમાણીનું સાધન પણ બની ગયા છે. જેથી સ્માર્ટફોનના વધતા ઉપયોગ વચ્ચે સ્માર્ટફોનની બેટરી (Battery) પણ લાંબી ચાલે અને ઝડપી ચાર્જ થાય તે જરૂરી છે. અત્યારે મોબાઈલ કંપનીઓ ઘણા મોડેલમાં લાંબો સમય ચાલે તેની હેવી બેટરી અને તુરંત ચાર્જ થાય તેવું ફાસ્ટ ચાર્જર આપવા લાગી છે. આજે અહીં ફાસ્ટ ચાર્જની સુવિધા આપતા ટોપ 10 સ્માર્ટફોન (BEST FAST CHARGING PHONES) અંગે જાણકારી આપવામાં આવી છે.

શાઓમી MI 11 આલ્ટ્રા

શાઓમીનું આ મોડેલ 12 GB RAM અને 256 GBના સ્ટોરેજ સાથે આવે છે. તેમાં 50 MP, 48 MPના પ્રાઇમરી કેમેરા અને 20 MP ફ્રન્ટ કેમેરો મળે છે. આ ફોનમાં 6.81 ઇંચની 1440 X 3200 પિક્સલની 20:9 રેશિયો સાથેની ડિસ્પ્લે, ક્વોલકોમ SM8350 સ્નેપડ્રેગન 888 (5 એનએમ), ઓક્ટા કોર પ્રોસેસર તેમજ નોન રિમૂવેબલ લી-આઓન 5000 mAh બેટરી આપવામાં આવે છે. જે 67W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 67W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીના કારણે ખૂબ ઝડપથી ચાર્જ થાય છે. આ સાથે 10W વાયરલેસ રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ ફોનની કિંમત રૂ.69,999 છે.

રિયલમી જીટી નિયો 2

રિયલમી જીટી નિયો 2માં 128GB, 256GB સ્ટોરેજ તેમજ 8GB, 12GB RAMનો વિકલ્પ મળે છે. આ સાથે 64MP + 8MP + 2MP પ્રાઇમરી કેમેરા, 16MP ફ્રન્ટ કેમેરા, ક્વોલકોમ સ્નેપડ્રેગન 870 (7એનએમ) પ્રોસેસર 6.62 ઇંચની 1080 X 2400 પિક્સેલ ડિસ્પ્લે, તેમજ નોન રિમૂવેબલ લી-આઓન 5000 mAh બેટરી આપવામાં આવે છે. આ બેટરીને ઝડપથી ચાર્જ કરવા 65Wનું સુપરડાર્ટ ચાર્જર અપાય છે. આ ચાર્જર સ્માર્ટફોનને માત્ર 36 મિનિટમાં સંપૂર્ણપણે પાવર આપી શકે છે. આ ફોનની કિંમત રૂ.31,999 છે.

વનપ્લસ નોર્ડ 2 5Gવનપ્લસ નોર્ડ 2 5જીમાં 128GB, 256GBના સ્ટોરેજ તેમજ 6GB, 8GB, 12 GB RAMના વિકલ્પ મળે છે. 50MP + 8MP + 2MP ટ્રિપલ લેન્સ પ્રાઇમરી કેમેરા, 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે. આ સાથે 6.43 ઇંચ 1080 X 2400 પિક્સલની ડિસ્પ્લે તેમજ મીડિયાટેક ડિમેન્સિટી 1200-AI ઓક્ટા કોર પ્રોસેસર મળે છે. આ સાથે મળતી નોન-રિમૂવેબલ લી-પો 4500 mAhની બેટરીને વોર્પ ચાર્જ 65ની મદદથી માત્ર 30 મિનિટમાં 0થી 100% સુધી ચાર્જ કરી શકાય છે. આ ફોનની કિંમત રૂ.24,999 છે.

ઓપ્પો રેનો 6 પ્રો 5G

ઓપ્પો રેનો 6 પ્રો 5Gમાં 256 GB સ્ટોરેજ અને 12 GB RAM તેમજ 64MP + 8MP + 2MP + 2MP ક્વાડ પ્રાઇમરી કેમેરા, 32MP ફ્રન્ટ કેમેરા મળે છે. ઉપરાંત 6.55 ઇંચ 1080 X 2400 પિક્સલની ડિસ્પ્લે અને મીડિયાટેક MT6893 ડિમેન્સિટી 1200 5જી (6 એનએમ) ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવે છે. આ ફોનમાં નોન-રિમૂવેબલ લી-આઓન 4500 mAh બેટરી મળે છે. જે 65W SuperVOOC 2.0 ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. પરિણામે આ ફોન 30 મિનિટમાં 100 ટકા ચાર્જ થઈ જાય છે. આ ફોનની કિંમત રૂ.39,990 છે.

વીવો X70 પ્રો પ્લસ

વીવો X70 પ્રો પ્લસમાં 256GB સ્ટોરેજ અને 12GB RAM મળે છે. આ સાથે 50MP + 48MP + 12MP + 8MPના પ્રાઇમરી કેમેરા અને 32MPનો ફ્રન્ટ કેમેરો મળે છે. આ ફોન 6.78 ઇંચની 1440 X 3200 પિક્સેલ ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં સ્નેપડ્રેગન 888 પ્લસ (5એનએમ) ઓક્ટા કોર પ્રોસેસર અને નોન-રિમૂવેબલ લી-આઓન 4500 mAh બેટરી મળે છે. આ બેટરી 55W ફાસ્ટ ચાર્જિંગ, 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ અને 10W વાયરલેસ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનની કિંમત રૂ.79,990 છે.

પોકો F3 GT

પોકો F3 GTમાં 128GB, 256GB સ્ટોરેજ તથા 6GB અને 8GB RAMના વિકલ્પ મળે છે. 64MP + 8MP + 2MP ટ્રિપલ લેન્સ પ્રાઇમરી કેમેરા અને 16MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે. તેમાં 6.67 ઇંચ 1080 X 2400 પિક્સલની ડિસ્પ્લે તેમજ મીડિયાટેક ડિમેન્સિટી 1200 (6એનએમ) ઓક્ટા કોર પ્રોસેસર અપાય છે. ફોનમાં મળતી નોન-રિમૂવેબલ લી-આઓન 5065 mAh બેટરી 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. જેથી ફોન 15 મિનિટમાં 50 ટકા અને માત્ર 42 મિનિટમાં 100 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ ફોનની કિંમત રૂ.26,999 છે.

iQOO 7 5G

આ ફોનમાં ,128 GB, 256 GB સ્ટોરેજ અને 8 GB, 12 GB RAMનો વિકલ્પ આપવામાં આવે છે. આ ફોન 48MP + 13MP + 2MP ટ્રિપલ પ્રાઇમરી કેમેરા, 16MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. ફોનમાં 6.62 ઇંચ, 1080 X 2400 પિક્સેલ ડિસ્પ્લે મળે છે. ઉપરાંત ક્વોલકોમ સ્નેપડ્રેગન 870 (7એનએમ) ઓક્ટા કોર પ્રોસેસર અને નોન રિમૂવેબલ લી-આઓન 4400 mAh બેટરી આપવામાં આવે છે. આ બેટરી વાયરના 66W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જેના કારણે માત્ર 30 મિનિટમાં સ્માર્ટફોનને 0 થી 100% સુધી ચાર્જ કરી શકાય છે. આ ફોનમાં 45W USB-PD ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનની કિંમત રૂ. 31,990 છે.

આ પણ વાંચો: Waterproof smartphones: ભારતમાં મળતા 12 બેસ્ટ વોટરપ્રૂફ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

વનપ્લસ 9 પ્રો 5G

વનપ્લસ 9 પ્રો 5Gમાં 128GB, 256GB સ્ટોરેજ તેમજ 8GB, 12GB RAM મળે છે. 48MP + 50MP + 8MP + 2MP પ્રાઇમરી કેમેરા, 16MP ફ્રન્ટ કેમેરા મળે છે. આ સાથે 6.7 ઇંચ 1440 X 3216 પિક્સલ ડિસ્પ્લે મળે છે. આ સાથે ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 (5એનએમ) ઓક્ટા કોર પ્રોસેસર મળે છે. નોન-રિમૂવેબલ લી-આઓન 4500 mAh બેટરી મળે છે. તે સ્ટાન્ડર્ડ વનપ્લસ 9ની જેમ માત્ર 29 મિનિટમાં ડિવાઇસને 100% સુધી ચાર્જ કરવા માટે ટોટેડ વોર્પ ચાર્જ 65W ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે બંડલ ચાર્જર 45W પીડી ચાર્જિંગને સપોર્ટ કરે છે. જે લેપટોપ અથવા ટેબલેટને પાવર આપી શકે છે. તે 43 મિનિટમાં ડિવાઇસને 100 ટકા સુધી ચાર્જ કરે છે. આ ફોન 50W વોર્પ ચાર્જ 50 વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. આ ફોનની કિંમત રૂ.64,999 છે.

આસુસ ROG ફોન 5

આસુસ ROG ફોન 5માં 128GB, 256GB સ્ટોરેજ તેમજ 8GB, 12GB RAM મળે છે. 64 MP + 13 MP + 5 MP પ્રાઇમરી કેમેરા, 24 MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે. તેમજ 6.78 ઇંચ 1080 X 2448 પિક્સલ ડિસ્પ્લે તેમજ સ્નેપડ્રેગન 888 (5એનએમ) ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવે છે. આ ફોનમાં નોન-રિમૂવેબલ લી-આઓન 6000 mAhની મસમોટી બેટરી છે. જે 65W HyperCharge ફાસ્ટ ચાર્જ સપોર્ટ કરે છે. આ ફોન 30 મિનિટમાં 70 ટકા અને 52 મિનિટમાં 100 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. આ ફોનની કિંમત રૂ.49,999 છે.

આ પણ વાંચો: દમદાર કેમેરા સાથેના 10 સ્માર્ટફોન, કિંમત 15 હજારથી પણ ઓછી, તમે પણ કરી લો એક નજર

ઓપ્પો રેનો 5 પ્રો 5G

ઓપ્પો રેનો5 પ્રો 5Gમાં 128 GB સ્ટોરેજ અને 8 GB RAM મળે છે. આ ફોન 64 MP + 8 MP + 2 MP + 2 MP ક્વાડ પ્રાઇમરી કેમેરા અને 32 MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. ફોનમાં 6.5 ઇંચ 1080 X 2400 પિક્સલ ડિસ્પ્લે અને મીડિયાટેક MT6889Z ડિમેન્સિટી 1000+ (7એનએમ) ઓક્ટા કોર પ્રોસેસર મળે છે. આ ફોનમાં આવતી નોન-રિમૂવેબલ લી-આઓન 4350 mAh બેટરી 65W સુપરવીઓસી 2.0 ફ્લેશ ચાર્જ સાથે આવે છે. જે તેને 30 મિનિટની અંદર 100% સુધી ચાર્જ કરી શકે છે. આ ફોનની કિંમત રૂ.38,990 છે.
Published by: Vinod Zankhaliya
First published: December 2, 2021, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading