Social Media Day 2021: દરેક વ્યક્તિ સરેરાશ 8 સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે, જાણો રસપ્રદ FACTS

News18 Gujarati
Updated: June 30, 2021, 3:09 PM IST
Social Media Day 2021: દરેક વ્યક્તિ સરેરાશ 8 સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે, જાણો રસપ્રદ FACTS
Social Media Day 2021: ફેસબુક પર સૌથી ફેમસ સેલિબ્રિટી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, તેનના 122.6 મિલિયન ફોલોઅર્સ છે

Social Media Day 2021: ફેસબુક પર સૌથી ફેમસ સેલિબ્રિટી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, તેનના 122.6 મિલિયન ફોલોઅર્સ છે

  • Share this:
Social Media Day 2021: સોશિયલ મીડિયા (Social Media) આજના યુગમાં સૌની જીવન સાથે ગાઢ રીતે જોડાઈ ગયું છે. સોશિયલ મીડિયા દિવસ (Social Media Day 2021) દર વર્ષે 30 જૂનના રોજ ઉજવવામાં આવે છે. હાલમાં સૌથી પ્રચલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook) લૉન્ચ થયાના પણ 13 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રજૂ થયું હતું. તેને Sixdegrees નામથી ઓળખવામાં આવતું હતું, જેને વર્ષ 1997માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેના ફાઉન્ડર Andrew Weinreich હતા. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂઝર્સને પોતાના દોસ્તો અને પરિવારના લોકોને જોડવાની તક આપતું હતું. બુલેટિન બોર્ડ, સ્કૂલ એફિલિએશન અને પ્રોફાઇલ મજેદાર ફીચર્સ રજૂ કરવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા સાથે જોડાયેલા મજેદાર ફેક્ટ્સ...


>> સોશિયલ મીડિયા પર યૂઝર્સ સરેરાશ ત્રણ કલાકનો સમય એક દિવસમાં પસાર કરે છે. દુનિયાભરમાં લગભગ 3.725 બિલિયન સોશિયલ મીડિયા યૂઝર્સ છે. દરેક વ્યક્તિ સરેરાશ 8 સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે.

>> સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે દરરોજ લગભગ 5 લાખ નવા યૂઝર્સ જોડાય છે. દરેક સેકન્ડે લગભગ 6 નવી પ્રોફાઇલ ક્રિએટ કરવામાં આવે છે. જોકે ફેસબુક પર લગભગ 27 કરોડ ફેક એકાઉન્ટ પણ છે.

>> ફેસબુકના સૌથી વધુ યૂઝર્સ અમેરિકાથી છે. ફેસબુક પર તમામ લોકોના સરેરાશ 155 ફ્રેન્ડ્સ હોય છે. ફેસબુક પર સૌથી ફેમસ સેલિબ્રિટી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેના 122.6 મિલિયન ફોલોઅર્સ છે.>> ફેસબુક પર યૂઝર્સ દરરોજ સરેરાશ 35 મિનિટ પસાર કરે છે. ફેસબુક પર 60 મિલિયન બિઝનેસ પેજ સક્રિય છે.

આ પણ વાંચો, પાકિસ્તાનની સિક્રેટ મિની સબમરીનની જોવા મળી પહેલી તસવીર, ભારત માટે છે મોટો ખતરો

>> ફેસબુક પ્લેટફોર્મ પર રોજ સરેરાશ 8 બિલિયન વીડિયો 500 મિલિયન યૂઝર્સ જુએ છે.

>> Snapchat યૂઝર્સ રોજના 8 બિલિયન વીડિયો જુએ છે.

>> અમેરિકામાં વસતા વયસ્ક રોજ ડિજિટલ ડિવાઇસ પર વીડિયો જોવામાં સરેરાશ 1 કલાક 16 મિનિટનો સમય પસાર કરે છે.

આ પણ વાંચો, 24 કલાક બાદ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે વિશાળકાય Asteroid, વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો

કયા સોશિયલ મીડિયાના કેટલા યૂઝર્સ?

- Whatsapp- 53 કરોડ
- YouTube- 44.8 કરોડ
- Facebook- 41 કરોડ
- Instagram- 21 કરોડ
- Twitter- 1.75 કરોડ
Published by: Mrunal Bhojak
First published: June 30, 2021, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading