હવે કોલ કરનારનો નંબર નહીં પણ નામ દેખાશે! TRAI કરી રહ્યુ છે KYC આધારિત આ ટ્રાયલ

News18 Gujarati
Updated: May 21, 2022, 8:39 AM IST
હવે કોલ કરનારનો નંબર નહીં પણ નામ દેખાશે! TRAI કરી રહ્યુ છે KYC આધારિત આ ટ્રાયલ
Now you will be able to identify the caller even without a true caller

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં KYC આધારિત નામ ડિસ્પ્લેની પદ્ધતિ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સંબંધમાં ચર્ચા થોડા મહિનામાં શરૂ થવાની ધારણા છે.

  • Share this:
જો TRAIનો પ્રયાસ સફળ થશે, તો હવે તમે Truecaller વિના પણ કોલ કરનારનું નામ જાણી શકશો. વાસ્તવમાં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં KYC આધારિત નામ ડિસ્પ્લેની પદ્ધતિ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સંબંધમાં ચર્ચા થોડા મહિનામાં શરૂ થવાની ધારણા છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ સાથે વાતચીત ચાલી રહી છે. ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ કહ્યું કે અમને આના સંબંધિત કેટલાક સંદર્ભો મળ્યા છે અને તેના પર ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે.

વાઘેલાએ કહ્યું કે ટ્રાઈ પહેલાથી જ આ અંગે વિચાર કરી રહી હતી, પરંતુ હવે આ મામલે DoT તરફથી માહિતી મળી છે. આ પદ્ધતિ દ્વારા ફોન કરનારનું નામ તરત જ તમારા ફોનની સ્ક્રીન પર દેખાશે. વાસ્તવમાં, ભારતમાં જે કંપનીઓ આવી સુવિધા આપી રહી છે તેનાથી ગ્રાહકોનો ડેટા તેમની પાસે જાય તેવો ખતરો છે.

આ પણ વાંચો -સસ્તી કિંમતમાં લૉન્ચ થઈ બ્લુટૂથ કૉલિંગવાળી શાનદાર BoAt Smartwatch, મળશે 11 સ્પોર્ટ્સ મોડ

સૂત્રોના જણાવ્યા અનુસાર, એકવાર નવી KYC-આધારિત સિસ્ટમ માટેનું માળખું તૈયાર થઈ જશે, કૉલરની ઓળખ વધુ સ્પષ્ટ અને કાયદેસર રીતે માન્ય બનશે. તેનાથી પણ ફાયદો થશે કે તમામ એપ્સ પરનો ડેટા નાશ પામશે અને KYC સંબંધિત ડેટા જ રહેશે. જોકે, એ સ્પષ્ટ નથી કે આ સુવિધા વૈકલ્પિક હશે કે ફરજિયાત.

આ પણ વાંચો -BSNLના 4 સસ્તા પ્લાન, 90 દિવસ સુધી મળશે ડેટા, ફ્રી કૉલિંગ અને SMS, જાણો કિંમત
Published by: Bhavyata Gadkari
First published: May 21, 2022, 8:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading