TikTokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા!
News18 Gujarati Updated: September 15, 2020, 11:05 AM IST
પ્રતીકાત્મક તસવીર
YouTube Shortsમાં યૂઝર્સને મળશે કોપીરાઇટ ફ્રી સંગીત અને ગીતો, જાણો તેના તમામ ફીચર્સ
નવી દિલ્હીઃ ભારતમાં ખૂબ લોકપ્રિય રહેલી ચીની એપ ટિકટોક (TikTok Ban in India) પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે યૂટ્યૂબ (YouTube) અને ફેસબુક (Facebook) પણ ઝડપથી તેનો વિકલ્પ લાવી રહ્યા છે. હાલમાં જ યૂટ્યૂબે તેના વિકલ્પ તરીકે YouTube Shorts નામની એપ લૉન્ચ કરી દીધી છે. યૂટ્યૂબની નવી એપ YouTube Shortsની મદદથી લોકો નાના-નાના વીડિયો બનાવીને ટિકટોકની જેમ જ અપલોડ કરી શકે છે. તેમાં યુટ્યૂબના લાઇસન્સવાળા ગીતો પર વીડિયો બનાવી શકાય છે. બીજી તરફ, હાલમાં ફેસબુક લાસો નામની આવા જ એક વિકલ્પનું ટેસ્ટિંગ ચૂપચાપ બ્રાઝિલમાં કરી રહ્યું છે.
ધ ઈન્ફોર્મેશનના રિપોર્ટ મુજબ, TikTokમાં જે રીતે ઓડિયો અને સંગીતની પસંદગીનો વિકલ્પ હતો તેવી જ રીતે YouTube Shortsમાં સૌથી મોટી ખાસિયત એ હશે કે તેના ઓડિયો કે સંગીતને લઈ કોઈ કોપીરાઇટનો મામલો નહીં આવે કારણ કે આ યાદીમાં લાઇસન્સાળા ગીત-સંગીત જ હશે. આ ખબરની પુષ્ટિ ટ્વિટર ઉપર પણ અધિકૃત રીતે કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો, પહેલા Facebook પર અપલોડ કરી સુસાઇડ નોટ, પછી પંખાથી લટકીને આપી દીધો જીવએવું નથી કે YouTubeએ આ પ્રકારનો પ્રયોગ પહેલીવાર કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જેવું ફીચર YouTube Storyની જેક શરુ કર્યું જેને દર મહીને લગભગ બે કરોડ લોકો ઉપયોગ કરે છે. આવી જ રીતે ફેસબુક પણ ટિકટોકની જેમ જ પોતાનું એક વર્જન લાવી રહ્યું છે લાસો જેનું હાલ બ્રાઝિલના બજારમાં ચૂપચાપ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો, હવે ભારતની મોટી કંપનીઓ પર ચીનની નજર, CEOથી લઈ ઇન્ટર્ન સુધીની થઈ રહી છે જાસૂસી- રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં TikTokની લોકપ્રિયતા ભારતમાં 125 ટકાથી વધુ ડાઉનલોડની સાથે ખૂબ ઝડપથી વધતી જઈ રહી હતી અને માત્ર ભારતમાં તેના અસંખ્ય યૂઝર્સ હતા. ધ ઈન્ફોર્મેશનના રિપોર્ટ મુજબ, એપલ અને ગૂગલના એપ સ્ટોરથી TikTok છેલ્લા એક વર્ષમાં 84 કરોડ 20 લાખ વાર ડાઉનલોડ થયું હતું. એટલે કે એક વર્ષમાં 15 ટકાથી વધુ ગ્રોથ જોવા મળ્યો.
Published by:
Mrunal Bhojak
First published:
September 15, 2020, 11:03 AM IST