નવો ફોન લેવાની ઉતાવળ ન કરતા! ડિસેમ્બરમાં લોન્ચ થવા જઈ રહી છે 3 નવી સ્માર્ટફોન સીરીઝ, જુઓ લિસ્ટ…


Updated: December 5, 2022, 4:58 PM IST
નવો ફોન લેવાની ઉતાવળ ન કરતા! ડિસેમ્બરમાં લોન્ચ થવા જઈ રહી છે 3 નવી સ્માર્ટફોન સીરીઝ, જુઓ લિસ્ટ…
પ્રતીકાત્મક તસવીર

જો તમે પણ તમારો નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ડિસેમ્બરમાં તમને બજારમાં ઘણા નવા સ્માર્ટફોન જોવા મળશે. તો ચાલો જાણીએ કે ડિસેમ્બર 2022માં આવનારા સ્માર્ટફોન કયા છે? તો જાણો આ સ્માર્ટફોન વિશે.

  • Share this:
2022નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, એ દરમિયાન રિયલમી, સેમસંગ જેવી કંપનીઓ ગ્રાહકો માટે અનેક નવા ઓપ્શન રજૂ કરવા માટે તૈયાર છે. આવનારા દિવસોમાં રિયલમી 10 પ્રો સીરીઝ, iQoo 11 અને રેડમી નોટ 12 સ્માર્ટફોન્સ લોન્ચ થશે.

જો તમે પણ તમારો નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ડિસેમ્બરમાં તમને બજારમાં ઘણા નવા સ્માર્ટફોન જોવા મળશે. તો ચાલો જાણીએ કે ડિસેમ્બર 2022માં આવનારા સ્માર્ટફોન કયા છે? તો જાણો આ સ્માર્ટફોન વિશે.

આ પણ વાંચો :  Twitter પર આવ્યું નવું ફીચર! શું તમે 'Live Tweeting' ટ્રાય કર્યુ? જાણો કેવી રીતે કરવો ઉપયોગ


Realme 10 Pro Series:


Realme 10 Pro સિરીઝ ભારતમાં 8 ડિસેમ્બરે બપોરે 12:30 વાગ્યે લૉન્ચ થશે. Realme 10 Pro સિરીઝમાં બે સ્માર્ટફોન હશે. આમાં Realme 10 Pro અને Realme 10 Pro+ પણ સામેલ છે. વક્ર ડિસ્પ્લે Realme 10 Pro સિરીઝમાં ઉપલબ્ધ હશે, જેમાં કંપનીનો દાવો છે કે તે સેગમેન્ટનું 'બેસ્ટ - કર્વ્ડ ડિસ્પ્લે' હશે.સિરીઝના ટોચના મોડેલ Realme 10 Pro+ 5G ફોનમાં 120Hz કર્વ્ડ વિઝનની ડિસ્પ્લે મળી શકે છે. Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર દ્વારા સંચાલિત Realme 10 Proને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.72-ઇંચની IPS LCD સ્ક્રીન પણ મળશે.

Redmi Note 12:


આ સિરીઝ ચીનમાં લૉન્ચ થઈ ચૂકી છે. આ સિરીઝમાં કંપનીએ Redmi Note 12, Note 12 Pro અને Note 12 Plus ફોન રજૂ કર્યા છે. 5G સપોર્ટ તમામ ઉપકરણોમાં ઉપલબ્ધ છે. કંપની Redmi Note 12 5G ફોનમાં 6.67-ઇંચની ફુલ HD ડિસ્પ્લે ઓફર કરી રહી છે.

આ ડિસ્પ્લે 120Hzના રિફ્રેશ રેટ અને 240Hzના ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે. ફોનમાં 8 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. Redmi Note 12 5G સ્માર્ટફોન Snapdragon 4 Gen 1 પ્રોસેસર સાથે આવશે.

iOoo 11 સિરીઝઃ


આ સિરીઝ 8 ડિસેમ્બરમાં લૉન્ચ થવાના અહેવાલ છે. iQOO 11 અને iQOO 11 Pro નેક્સ્ટ-જનરેશન ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 Gen 2 ચિપસેટથી સજ્જ હશે, જે તાજેતરમાં Qualcomm સમિટમાં રજૂ કરવામાં આવ્યું હતું.કંપની પ્રો મોડલ માટે 4,700mAh બેટરી પ્રદાન કરી શકે છે, જે 200W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે, જ્યારે વેનીલા iQOO 11 5,000mAh બેટરી અને 120W ફાસ્ટ ચાર્જિંગ સોલ્યુશન સાથે આવી શકે છે. બંને ડિવાઇસ 2K રિઝોલ્યુશન અને 1800 નિટ્સ પીક બ્રાઈટનેસ સાથે આવશે. 6.78-ઇંચ 144Hz રિફ્રેશ રેટ પેનલને સપોર્ટ કરશે.
Published by: Bansari Gohel
First published: December 5, 2022, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading