Vivo V23: 12GB RAM સાથેના આ દમદાર સ્માર્ટફોન પર મળી રહ્યું છે 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: January 17, 2022, 11:49 AM IST
Vivo V23: 12GB RAM સાથેના આ દમદાર સ્માર્ટફોન પર મળી રહ્યું છે 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
વીવો વી23 સ્માર્ટફોન

Vivo V23 sale: વીવો 23 ફોનની ભારતમાં શરૂઆતની કિંમત 29,990 રૂપિયા છે. આ ફોન બે વેરિઅન્ટમાં આવે છે. વીવો V23 8GB+128GB વેરિઅન્ટની કિંમત 29,990 રૂપિયા છે. બીજું વેરિઅન્ટ 12GB+256GB છે, જેની કિંમત 34,990 રૂપિયા છે.

  • Share this:
નવી દિલ્હી: વીવો V23 સિરીઝ (Vivo V23 Series)ના બે સ્માર્ટફોન તાજેતરમાં જ ભારતમાં લૉંચ કરવામાં આવ્યા હતા. જેમાંથી વીવો વી23 (Vivo V23) આજથી સેલ માટે ઉપલબ્ધ છે. આ ફોન હાલ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા બિગ સેવિંગ ડેઝમાં સેલમાં ઉપલબ્ઘ છે. મહત્ત્વની વાત એ છે કે આ ફોન પર હાલ 2,500 રૂપિયા સુધીનું વળતર મળી રહ્યું છે. વીવો 23 ફોનની ભારતમાં શરૂઆતની કિંમત 29,990 રૂપિયા છે. આ ફોન બે વેરિઅન્ટમાં આવે છે. વીવો V23 8GB+128GB વેરિઅન્ટની કિંમત 29,990 રૂપિયા છે. બીજું વેરિઅન્ટ 12GB+256GB છે, જેની કિંમત 34,990 રૂપિયા છે. આ બંને ફોન સ્ટારડસ્ટ અને સન સનશાઈન રંગમાં આવે છે. અત્યારસુધી ફોન ફક્ત પ્રી-ઑર્ડર માટે ઉપલબ્ધ હતો. આજથી એટલે કે 17મી જાન્યુઆરીથી આ ફોનનું ફ્લિપકાર્ટ મારફતે વેચાણ શરૂ થઈ ગયું છે.

ફોન પર ઑફર

ઑફર પ્રમાણે HDFC ક્રેડિટ અને ડેબિટ કાર્ટ પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત ગ્રાહકોને ICICI બેંકના કાર્ડ પર પણ અમુક વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

કલર બદલતો સ્માર્ટફોન

ઉલ્લેખનીય છે કે આ સિરીઝના બંને ફોન વીવો V23 અને વીવો V23 Pro ભારતમાં રંગ બદલતો પ્રથમ સ્માર્ટફોન છે. કંપનીનો દાવો છે કે જ્યારે જ્યારે ફોનની બેક પેનલ પર UV કિરણ પડે છે તો તે રંગ બદલે છે. ફોનના ફીચર્સ વિશે વિગતો જોઈએ.

ફોનના ફીચર્સVivo V23 અને V23 Pro બંને બે કલર વિકલ્પ સાથે આવશે. જેમાં Sunshine Gold અને Stardust Black કલર સામેલ છે. V23 Pro અને V23 ફોન ક્રમશ: 6.56 ઇંચ અને 6.44 ઇંચ AMOLED ડિસ્પ્લે સાથે આવશે.

V23 Pro કિંમત

8GB+128GB વેરિઅન્ટ : ₹38,990
12GB+256GB વેરિઅન્ટ : ₹43,990

V23 કિંમત

8GB+128GB વેરિઅન્ટ : ₹29,990
12GB+256GB વેરિઅન્ટ : ₹34,990

વી23 પ્રો કેમેરો

વીવો વી23 પ્રો સ્માર્ટફોનમાં પ્રાઇમરી કેમેરો 108 મેગા પિક્સલનો આપવામાં આવ્યો છે. અન્ય કેમેરામાં 8 મેગા પિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2 મેગા પિક્સલનો માઇક્રો સેન્સર સામેલ છે. આ ફોનમાં સેલ્ફી માટે બે કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે, જ્યારે 8 મેગા પિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે.

વીવો વી23 પ્રો ફોનમાં 4,300mAH ની બેટરી આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 12 આધારિત Funtouch OS 12 પર કામ કરશે. વીવો વી23 પ્રો સ્માર્ટફોનમાં 4,200mAh ની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 920 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો? Vivoએ Y સીરીઝ હેઠળ લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન

Vivo V23 કેમેરો

વીવો વી23 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે 65 મેગા પિક્સલનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં 8 મેગા પિક્સલનો અલ્ટ્રા વાઇડ લેંસ અને બે મેગા પિક્સલનો માઇક્રો લેન્સ આપવામાં આવ્યો છે. આ ફોનમાં પણ સેલ્ફી માટે બે કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલનો છે, જ્યારે 8 મેગા પિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે.
Published by: Vinod Zankhaliya
First published: January 17, 2022, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading