WhatsApp rules: વોટ્સએપ -ટેલીગ્રામ પર ગોપનીય જાણકારી શેર કરવાની સરકારે કરી મનાઇ, જાણો નવી ગાઇડલાઇન્સ


Updated: January 24, 2022, 4:46 PM IST
WhatsApp rules: વોટ્સએપ -ટેલીગ્રામ પર ગોપનીય જાણકારી શેર કરવાની સરકારે કરી મનાઇ, જાણો નવી ગાઇડલાઇન્સ
વોટ્સએપ

WhatsApp rules: આ એપ્સના સર્વર વિશ્વભરમાં ખાનગી કંપનીઓના હાથ હેઠળ છે અને તેના દ્વારા ગોપનીય જાણકારી શેર કરવાથી તેનો દૂરુપયોગ ભારતની વિરોધમાં થઇ શકે છે.

  • Share this:
નવી દિલ્હી: ડેટા પ્રાઇવસી (Data Privacy) કોઇ પણ દેશના ગોપનીય દસ્તાવેજો (Documents) માટે સૌથી મોટો ચિંતાનો વિષય હોય છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે (Government of India) તેના અધિકારીઓને સાવચેત કરતા વોટ્સએપ (WhatsApp) અને ટેલીગ્રામ (Telegram) જેવી એપ્સ પર કોઇ પણ પ્રકારના દસ્તાવેજો કે ગોપનીય જાણકારી (Private Data) શેર કરવા પર મનાઇ ફરમાવી છે. સરકારનું માનવું છે કે, આ પ્લેટફોર્મ દ્વારા ગોપનીય જાણકારી શેર કરવી સુરક્ષિત (Safe) નથી.

આખરે શા માટે સરકારે લીધો આ નિર્ણય?

સમાચાર એજન્સી IANS અનુસાર, સરકારે આ પગલું ઉઠાવવા પાછળનું કારણ જણાવ્યું હતું. સરકારનું કહેવું છે કે, આ એપ્સના સર્વર વિશ્વભરમાં ખાનગી કંપનીઓના હાથ હેઠળ છે અને તેના દ્વારા ગોપનીય જાણકારી શેર કરવાથી તેનો દૂરુપયોગ ભારતની વિરોધમાં થઇ શકે છે. વર્ક ફ્રોમ હોમના સમય દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓએ માત્ર ઇ-ઓફિસ એપ્લિકેશન દ્વારા કનેક્ટ રહેવું જોઇએ. એટલું જ નહીં સરકારે આ આદેશ એમેઝોન એલેક્સા, એપલ હોમપેડ, ગૂગલ મીટ, ઝૂમ વગેરે માટે પણ જાહેર કર્યો છે. સરકારનો આ આદેશ વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર વર્તમાન સિસ્ટમમાં રહેલી ખામીઓનું વિશ્લેષણ કર્યા બાદ આપવામાં આવ્યો છે.

સ્માર્ટવોચ કે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ

સરકારે ગુપ્ત માહિતી લીક ન થાય તે માટે રાષ્ટ્રીય સંદેશાવ્યવહાર ધોરણો અને સરકારી નિર્દેશોનું વારંવાર ઉલ્લંઘન થતા ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી સલાહને ધ્યાનમાં લીધી છે. સરકારે તમામ મંત્રાલયોને આવા ઉલ્લંઘનોને રોકવા માટે "તાત્કાલિક પગલાં" લેવા અને સંચાર સુરક્ષા નીતિઓ અને માર્ગદર્શિકાઓને કડક રીતે લાગુ કરવા આદેશ આપ્યો છે.

આ સિવાય ઉચ્ચ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, ગોપનીય અથવા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરતી વખતે મીટિંગ દરમિયાન સ્માર્ટ-વોચ અથવા સ્માર્ટ ફોનનો ઉપયોગ ન કરવો. એટલું જ નહીં કોમ્યુનિકેશન એડવાઈઝરીના નવા માપદંડોમાં વર્ચ્યુઅલ મીટિંગના નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો: WhatsApp લોન્ચ કરશે નવું ફીચર, બેકગ્રાઉન્ડમાં પણ સાંભળી શકશો વોઇસ મેસેજ

અધિકારીઓને સલાહ

કોરોના મહામારીના કારણે ખાનગી અને સરકારી દરેક ક્ષેત્ર માટે વર્ક ફ્રોમ હોમ અને વીડિયો મીટિંગ કરવી સામાન્ય થઈ ગઈ છે. તેવામાં ગોપનીયતા જાળવી રાખવા માટે અધિકારીઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC), નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા સેટ કરવામાં આવેલા વીડિયો કોન્ફરન્સ સોલ્યુશન્સનો જ ઉપયોગ કરે.
First published: January 24, 2022, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading