Smartphone: મોર્ડન સ્માર્ટફોન શા માટે રિમૂવ કરી શકાય તેવી બેટરી સાથે નથી આવતા? તેની શું અસર પડે છે?
News18 Gujarati Updated: January 27, 2022, 4:51 PM IST
મોબાઇલ બેટરી (પ્રતીકાત્મક તસવીર)
Smartphone: શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્માર્ટફોન કંપનીઓએ બેટરી ન કાઢી શકાય તેવી ડિઝાઈન શા માટે બનાવી? આજના આર્ટિકલમાં જાણીએ કે શા માટે સ્માર્ટફોન નિર્માતા બેટરી રિમૂવ ન કરી શકાય તે પ્રકારનો ફોન આપી રહી છે.
નવી દિલ્હી: આજના સમયમાં સ્માર્ટફોનની બેટરી (Smartphone battery) કાઢવાનો વિકલ્પ નથી આપવામાં આવતો. સૌથી પહેલા એપલ કંપની (Apple iPhone)એ તેના આઈફોનમાં આ પ્રથા શરૂ કરી હતી. જે બાદમાં ધીમે ધીમે હવે તમામ કંપનીઓએ આ પ્રથા શરૂ કરી દીધી છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્માર્ટફોન કંપનીઓએ બેટરી ન કાઢી શકાય (Non-removable battery) તેવી ડિઝાઈન શા માટે બનાવી? આજના આર્ટિકલમાં જાણીએ કે શા માટે સ્માર્ટફોન નિર્માતા બેટરી રિમૂવ ન કરી શકાય તે પ્રકારનો ફોન આપી રહી છે.
ગ્રાહકો માટે સુવિધાજનક અને સુરક્ષિત બેટરી
ગ્રાહકો માટે સુવિધાજનક હોવાથી નૉન-રિમૂવેબલ બેટરીની પ્રથા શરૂ કરવામાં આવી હતી. સિમકાર્ડ (Sim card) કે પછી મેમરી કાર્ડ (Memory card) નાખવા માટે વારેવારે બેટરી કાઢવી પડતી હોવાની સમસ્યા દૂર કરવામાં આવી છે. પહેલાના સમયમાં સિમકાર્ડ અને મેમરી કાર્ડને બેટરી રિમૂવ કરીને નાખવા પડતા હતા. હવે તેને સાઇડમાંથી ઇન્સર્ટ કરવાની વ્યવસ્થા છે. નોન રિમૂવેબલ બેટરીના કેસમાં શોર્ટ થવાનો ખતરો નથી રહેતો. આ ઉપરાંત બેટરી ફૂલાઈ જવાની સમસ્યા પણ નથી રહેતી. રિમૂવલેબલ બેટરીમાં ઇલેક્ટ્રોડનું પ્રમાણ વધારે હોય છે, આ કારણે તેમાં વધારે અનર્જી જનરેટ થાય છે. ઇલેક્ટ્રોડને કારણે બેટરીમાં ગરમી વધે છે અને શોર્ટ સર્કિટ થવાનો ખતરો વધે છે. આવી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે વૈજ્ઞાનિકોએ નૉન-રિમૂવેબલ બેટરી તૈયાર કરી છે.
આ પણ વાંચો: Xiaomi લોન્ચ કરી શકે છે દમદાર બેટરી ટેક્નોલોજી, મળશે 100 મિનિટનો વધારાનો પાવર
લાંબા સમય સુધી ચાલે છે નૉન-રિમૂવેબલ બેટરી
નૉન રિમૂવલ બેટરી લાંબા સમય સુધી સિંગલ ચાર્જમાં ચાલે છે. આ બેટરી વધારેમાં વધારે લોડ સાથે ચાલે છે. જેમાં લિથિયમ-આયન તેમજ લિથિયમ-પૉલિમર બેટરી આપવામાં આવે છે, જે લાંબા સમય સુધી ટકે છે. આ કારણે ગ્રાહકોને વધારેમાં વધારે સમય સુધી બેટરી ચલાવવાનો મોકો મળે છે, જેનાથી મોબાઇલ ધારકે વારે વારે ફોન ચાર્જ કરવાની જરૂરિયાત નથી રહેતી.
આ પણ વાંચો: 6000mAhની દમદાર બેટરી સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
દેખાવ અને ડિઝાઈન
માર્કેટમાં આજકાલ વધારે મોંઘા અને ઉત્તમ ડિઝાઇન સાથેના સ્માર્ટફોન આવી રહ્યા છે. આ કારણે ગ્રાહકોની પણ આશા રહે છે કે કંપની પાવરફુલ બેટરી સાથે ઉત્તમ ડિઝાઇનનો વિકલ્પ આપશે. આ કારણે સ્લીમ અને દેખાવ મામલામાં ગ્રાહકોને એક સારો સ્માર્ટફોન મળે છે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકોને નૉન-રિમૂવેબલ બેટરીવાળા ફોન વધારે પસંદ પડે છે. જોકે, અમુક ફરિયાદો પણ આવે છે.
Published by:
Vinod Zankhaliya
First published:
January 27, 2022, 4:46 PM IST