હવે માત્ર અવાજથી જ ચાર્જ થઈ જશે તમારો સ્માર્ટફોન! Xiaomi લાવી રહી છે નવી ટેકનોલોજી

News18 Gujarati
Updated: June 22, 2021, 12:19 AM IST
હવે માત્ર અવાજથી જ ચાર્જ થઈ જશે તમારો સ્માર્ટફોન! Xiaomi લાવી રહી છે નવી ટેકનોલોજી
કંપનીએ તેમાં નવું Mi એર ચાર્જર પણ રજૂ કર્યું હતું, જે ચાર્જિંગ કેબલ અથવા સ્ટેન્ડ વિના ડિવાઇસની બેટરી ચાર્જ કરી શકે છે.

કંપનીએ તેમાં નવું Mi એર ચાર્જર પણ રજૂ કર્યું હતું, જે ચાર્જિંગ કેબલ અથવા સ્ટેન્ડ વિના ડિવાઇસની બેટરી ચાર્જ કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : ટેક્નોલોજી કંપની શિયોમી (Xiaomi) હાલમાં નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેમાં માત્ર વોઇસની મદદથી સ્માર્ટફોન ચાર્જ કરી શકાશે. શિયોમીનો દાવો છે કે, તે ભારતમાં નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ છે, જે પોતાની નવી ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. જેના દ્વારા માત્ર અવાજથી સ્માર્ટફોન અને અન્ય ઉપકરણોની બેટરી ચાર્જ કરી શકાશે. આ નવી ટેક્નોલજી માટે કંપનીએ પેટન્ટ પણ ફાઇલ કર્યુ છે. શિયોમીના સાઉન્ડ ચાર્જિંગ પેટન્ટની તસવીરો ચીનના National Intellectual Property Administration (CNIPA) પર જોવા મળી છે.

શિયોમી આ પેટન્ટનો ઉપયોગ એક સાઉન્ડ ચાર્જિંગ ડિવાઇસ, એનર્જી સ્ટોરેજ ડિવાઇસ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ માટે કરી શકે છે. આ ઉપકરણો અવાજ એકત્રિત કરશે અને તેને પર્યાવરણીય વાઈબ્રેશનથી મેકેનિકલ વાઈબ્રેશનમાં રૂપાંતરિત કરશે.

આ મિકેનિકલ ડિવાઇસને ઇલેક્ટ્રિક કરંટમાં કન્વર્ટ કરવા માટે, શિયોમી ગ્રાહકોને એક ડિવાઇસ પણ આપશે. આ ડિવાઈસ AC કરંટને DC કરંટમાં રૂપાંતરિત કરશે. કંપનીનો દાવો છે કે, આ ટેકનોલોજી પાવર સોકેટ વિના સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસીસ ચાર્જ કરશે.

200W હાઈપર ચાર્જ તકનીકની પણ જાહેરાત કરી

કંપનીએ તાજેતરમાં તેની 200W હાયપરચાર્જ ટેક્નોલજીની ઘોષણા કરી છે, જે ફક્ત 8 મિનિટમાં 4000mAh ની બેટરી ચાર્જ કરશે. કંપનીએ તેમાં નવું Mi એર ચાર્જર પણ રજૂ કર્યું હતું, જે ચાર્જિંગ કેબલ અથવા સ્ટેન્ડ વિના ડિવાઇસની બેટરી ચાર્જ કરી શકે છે. શિયોમીએ દાવો કર્યો છે કે, નવી એમઆઈ એર ચાર્જ તકનીકનો ઉપયોગ એક જ સમયે અનેક ડિવાઈસને વાયરલેસ રીતથી ચાર્જ કરવા માટે થઈ શકે છે. કંપની હાલમાં Mi એર ચાર્જ ટેક્નોલજી માટે 17 પેટન્ટ ધરાવે છે.

કંપનીએ જણાવ્યું હતું કે, તે નવી ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેના દ્વારા ઘરેલુ વસ્તુઓ જેવી કે, સ્માર્ટ સ્પીકર્સ, ડેસ્ક લેમ્પ્સ, સ્માર્ટ ડિવાઈસ અને અન્ય વસ્તુઓનો ચાર્જ કરી શકાય છે. Mi એર ચાર્જિંગ ટેક્નોલોજીની લોન્ચને લઈ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
Published by: kiran mehta
First published: June 22, 2021, 12:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading