વલસાડના નાની ચણવાઈ ગામ નજીક દીપડો રસ્તા પર લટાર મારતો દેખાયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

News18 Gujarati
Updated: September 28, 2022, 4:29 PM IST
વલસાડના નાની ચણવાઈ ગામ નજીક દીપડો રસ્તા પર લટાર મારતો દેખાયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
વીડિયોને સોશિયલ મીડિયામાં વાઈરલ

Valsad Viral Video: નાની ચણવાઈ ગામમાં મોડી રાત્રે કદાવર દીપડો રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો, એક વાહન ચાલકે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો, વલસાડ તાલુકાના લોકોમાં ભારે કુતૂહલ સર્જાયો.

  • Share this:
વલસાડ: તાલુકાના નાની ચણવાઈ ગામમાં ગતરોજ મોડી રાત્રે એક કદાવર દીપડો રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો. ચણવાઈ ગામે દેખાયલા દેખાયેલા દીપડોનું એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં વીડિયા શુટિંગ કર્યું હતુ. જ્યારે ચણવાઈ ગામમાંથી પસાપ થતા એક વાહન ચાલકે આ વીડિયોને સોશિયલ મીડિયામાં પણ વાઈરલ કર્યો હતો. વીડિયો વાઈરલ થતા વલસાડ તાલુકાના લોકોમાં ભારે કુતૂહલ સર્જાયો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી દીપડો દેખાવની ઘટનાઓ બની રહી છે


વલસાડ તેમજ તાલુકાની આસપાસના ગામોમાં છેલ્લા ઘણા વર્ષોથી દીપડો દેખાવની ઘટનાઓ બની રહી છે. જ્યારે કેટલાક ગામોમાં તો પશુઓ પર હુમલો થયાની પણ ઘટનાઓ બની ચૂકી છે. વલસાડના નદીના તટ વિસ્તારોના ગામોમાં મોટી સંખ્યામાં દીપડાઓ લટાર મારતા જોવા મળતા હોય છે. જ્યારે દિવસેને દિવસે જંગલો ઓછા થઈ રહ્યા છે. જેથી જંગલની હિંસક પ્રાણીઓ માટે રહેવાથી જગ્યા રહી નથી. આ જ કારણે દીપડા જેવા હિંસક પ્રાણીઓ પોતાનો રહેણાત વિસ્તાર છોડીને માનવ વસવાટ તરફ વળી રહ્યા છે. આથી દીપડાઓ પશુ પાલકોની પાલતુ પશુઓનો શિકાર સરળતાથી કરવા લાગ્યા છે.


પશુઓ પર દીપડાના હુમલાથી ઘટનાઓમાં રોજ વધવા લાગી


આ વિસ્તારોમાં પશુ પાલકોના પશુઓ પર દીપડાના હુમલાથી ઘટનાઓમાં રોજ વધવા લાગી છે. જેના કારણે જંગલ વિસ્તારોનું નિકંદન થવાથી આવા પ્રાણીઓ પોતાનો વસવાટ છોડીને આવવા લાગ્યા છે. આવી જ ઘટનાઓ પૈકી ગઈ કાલે એક કદાવર દીપડો વલસાડના નાની ચણવાઈના જાહેર માર્ગ પર લટાર મારતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક વાહન ચાલક કદાવર દીપડાને જોઈને ગભરાઈ પણ ગયો હતો. જ્યારે દિપડો તેનાથી દૂર ગયો ત્યારે તેનામાં જીવ આવ્યો હતો. આ ઘટના પગલે એક વાહન ચાલકે હિંમત કરીને ચણવાઈ રોડ પર લટાર મારતા દીપડાનું વીડિયા શુટિંગ પોતાના મોબાઈલમાં કર્યું હતું. આ વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વહેતો કરી દીધો હતો.

આ પણ વાંચો:  આવતીકાલથી બે દિવસ માટે PM મોદી ગુજરાતમાં

દીપડો દેખાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


આ પહેલા પણ સુરત જિલ્લા માંડવી કીમ રાજ્યધોરી માર્ગ પર વરેહ નદીના પુલ પર દીપડો દેખાયો હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો જોવા મળે છે. અહીંના કાછિયા બોરી ગામની સીમમાં દીપડો દેખાયો હતો. વરેહ નદીના પુલ પર દીપડો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક કારચાલકે દીપડાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. જેમાં ખુંખાર દીપડો આરામથી લટાર મારતો નજરે ચડ્યો હતો.
Published by: Vimal Prajapati
First published: September 28, 2022, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading