કોરોના વાયરસ સામેની જંગમાં યૂરોપીય સંઘ ભારતની સાથે, PM મોદીએ માંગી TRIPSમાં છૂટ

News18 Gujarati
Updated: May 8, 2021, 11:04 PM IST
કોરોના વાયરસ સામેની જંગમાં યૂરોપીય સંઘ ભારતની સાથે, PM મોદીએ માંગી TRIPSમાં છૂટ

  • Share this:
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારે યૂરોપીય સંઘની બેઠકમાં વર્ચુઅલના માધ્યામથી ભાગ લીધો હતો. પીએમ મોદીએ આ બેઠકમાં યૂરોપીય સંઘના અધ્યક્ષ ચાર્લ્સ મિચેલના વિશેષ આમંત્રણ પર સામેલ થયા હતા. આ બેઠકમાં પીએમ મોદીએ ઈયૂના નેતાઓને વિશ્વ સ્વાસ્થય સંગઠનમાં વેક્સિન અંગે TRIPSમાં છૂટ આપવા માટે અપીલ કરી હતી.

ભારત-ઇયુ નેતાઓ વચ્ચેની વાતચીત પર, વિદેશ મંત્રાલયે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન સંઘને ભારત અને દક્ષિણ આફ્રિકાના એન્ટી કોવિડ -19 રસીઓ અંગેનું પેટન્ટ માફ કરવાના પ્રસ્તાવને સમર્થન આપવા આમંત્રણ આપ્યું છે. ભારત-ઇયુ શિખર સંમેલનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ સમય છે, આ બેઠકમાં સંબંધોને નવી ગતિ આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયન અને પોર્ટુગલના નેતૃત્વ સાથે ચર્ચા કર્યા પછી 8મી મેના રોજ વર્ચુઅલ રીતે ભારત-ઇયુ નેતાઓની બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા: શોધી પ્રથમ સ્ટેજના બ્લડ કેન્સર ડિટેકટ કરી લેતી ટેકનીક

ભારત-ઇયુ નેતાઓની બેઠક પર સંયુક્ત રીતે બોલતા, અમે નોંધ્યું કે, આજના નેતાઓની બેઠક 2000માં પ્રથમ ભારત-ઇયુ શિખર સંમેલન અને આપણા લોકોના સારા ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને આપણા સંબંધોને મજબૂત બનાવે છે. મીટિંગમાં કહેવામાં આવ્યું કે અમે સંમત થયા છે કે વિશ્વના બે સૌથી મોટા લોકશાહી ભારત અને યુરોપિયન યુનિયન, બહુ-ધ્રુવીય વિશ્વમાં સલામતી, સમૃદ્ધિ અને ટકાઉ વિકાસની ખાતરી કરવા માટે સમાન હિત ધરાવે છે.

અમદાવાદ : કોરોના કહેર વચ્ચે આહના દ્વારા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી

બેઠકમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલે કહ્યું કે, કોરોના આવતાની સાથે જ યુરોપિયન યુનિયન દ્વારા આખા વિશ્વને રસી ઉપલબ્ધ થાય તે માટે ભંડોળ એકત્ર કરવામાં એકતા બતાવી. આ ઉપરાંત, કોવાક્સમાં પણ આપણી મહત્વની ભૂમિકા છે, જેથી આ રસી વિશ્વના દરેક દેશમાં પહોંચી શકે. હાલમાં, હકીકત એ છે કે, અમે રસીઓ નિકાસ કરી રહ્યા છીએ, આ આપણી એકતા અને પરસ્પર સહભાગીતા દર્શાવે છે.COVID-19: સુપ્રીમ કોર્ટે જેલમાં ભીડ ઓછી કરવાનો કર્યો આદેશ, 90 દિવસ માટે છૂટશે કેદી

આ અગાઉ વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભારત-ઈયુના નેતાઓની આ બેઠક યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના તમામ નેતાઓ સાથે ચર્ચા કરવાની અભૂતપૂર્વ તક છે. જુલાઈ 2020માં યોજાનારી 15મી ભારત-ઇયુ સમિટથી આ એક મહત્વપૂર્ણ રાજકીય માઇલસ્ટોન છે અને પરસ્પર સંબંધોમાં ગતિને વધુ મજબુત બનાવશે.

મહત્ત્વની વાત એ છે કે, વડાપ્રધાન ભારત-ઇયુ સમિટમાં ભાગ લેવા પોર્ટુગલની મુસાફરી કરવાના હતા પરંતુ દેશમાં કોવિડ -19 સંક્રમણની બીજી લહેરને કારણે ઉદભવતા સંકટને કારણે મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી.
Published by: kuldipsinh barot
First published: May 8, 2021, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading