વિશ્વમાં અહીં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, કિંમત 1.5 રૂપિયા પ્રતિ લિટરથી પણ છે ઓછી

News18 Gujarati
Updated: July 18, 2022, 10:44 PM IST
વિશ્વમાં અહીં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, કિંમત 1.5 રૂપિયા પ્રતિ લિટરથી પણ છે ઓછી
વિશ્વમાં અહીં સૌથી સસ્તું પેટ્રોલ

Worlds cheapest countries to buy petrol: ભારતમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર (Petrol Diesel latest price)ને પાર કરી ગયા છે. તે જ સમયે, ભારતના પડોશીઓ સાથે વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં પેટ્રોલની કિંમત માત્ર 1.5 રૂપિયા કે 10 રૂપિયા પ્રતિ લિટર છે.

  • Share this:
Cheapest countries to buy petrol: ભારતમાં આ સમયે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર (Petrol Diesel latest price)ને પાર કરી ગયા છે. તેલ (Oil Price)ની કિંમતોમાં વધારાને કારણે સામાન્ય ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાની છે. તે જ સમયે, ભારતના પડોશીઓ સાથે, વિશ્વમાં ઘણા એવા દેશો છે જ્યાં પેટ્રોલની કિંમત માત્ર 1.5 રૂપિયા, 4 રૂપિયા અથવા 10 રૂપિયા પ્રતિ લિટર છે. ચાલો તમને દુનિયાના એવા દેશો વિશે જણાવીએ જ્યાં પેટ્રોલ ખૂબ સસ્તું છે.

આ 10 દેશોમાં પેટ્રોલની કિંમત સૌથી ઓછી છે
1) વેનેઝુએલા: આ યાદીમાં વેનેઝુએલા (Venezuela) પ્રથમ આવે છે. અહીં પેટ્રોલની કિંમત તમારા વિચારો કરતા ખૂબ જ ઓછી છે. આપણે ક્યારેય નહિ વિચારેલી કિંમતે અહીં પેટ્રોલ મળે છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 1.76 રૂપિયા છે.

2) લિબ્યા: સૌથી સસ્તું પેટ્રોલ વેચવાના મામલે લિબ્યા (Libya)નું નામ બીજા ક્રમે છે. ત્યાં એક લિટર પેટ્રોલની કિંમત 2.47 રૂપિયા છે. જે ભારત કરતા ઘણું જ સસ્તું છે.

3) ઈરાનઃ સૌથી સસ્તું પેટ્રોલ વેચવાના મામલે ઈરાન (Iran)નું નામ ત્રીજા ક્રમે છે. ત્યાં જૂનમાં એક લિટર પેટ્રોલની કિંમત 4.23 રૂપિયા છે. જે ભારત કરતા ઘણું સસ્તું છે.

4) અલ્જીરિયાઃ અલ્જીરિયા (Algeria)નું નામ ચોથા નંબર પર આવે છે. અહીં એક લિટર પેટ્રોલ 24.88 રૂપિયા પ્રતિ લિટર છે.5) કુવૈતઃ સૌથી સસ્તું પેટ્રોલ વેચનારા દેશોમાં કુવૈત (Kuwait)નું નામ પાંચમા સ્થાને આવે છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 27.06 રૂપિયા છે.

6) અંગોલાઃ અંગોલા (Angola)નું નામ છઠ્ઠા નંબરે આવે છે. અંગોલામાં એક લિટર પેટ્રોલની કિંમત માત્ર 29.56 રૂપિયા છે.

7) નાઈજીરિયાઃ સૌથી સસ્તું તેલ વેચતા દેશોની ટોપ 10 યાદીમાં નાઈજીરિયા (Nigeria)નું નામ સાતમાં નંબરે આવે છે. અહીં પેટ્રોલની કિંમત 32.98 રૂપિયા પ્રતિ લીટર છે.

8) તુર્કમેનિસ્તાનઃ ટોપ 10ની યાદીમાં તુર્કમેનિસ્તાન (Turkmenistan) એશિયાઈ દેશનું નામ આઠમાં ક્રમે છે. અહીં પેટ્રોલની કિંમત 33.86 રૂપિયા પ્રતિ લીટર છે.

9) કઝાકિસ્તાનઃ કઝાકિસ્તાન (Kazakhstan)નું નામ નવમાં સ્થાને આવે છે. અહીં એક લીટરની કિંમત 35.73 રૂપિયા છે, જે ભારત પ્રમાણે ઘણી ઓછી છે.

10) મલેશિયા: સૌથી સસ્તું પેટ્રોલ વેચતા દેશોમાં મલેશિયા (Malaysia)નું નામ દસમાં સ્થાને છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 36.87 રૂપિયા છે.

ભારતના પડોશી દેશોમાં પણ વેચાઈ રહ્યું છે સસ્તું પેટ્રોલ
ભારતના પડોશી દેશોમાં પણ અહીંથી સસ્તું પેટ્રોલ વેચાઈ રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ દેશમાં પાકિસ્તાન જેવા આર્થિક રીતે નબળા દેશનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં પેટ્રોલ 89.90 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે જે ભારત કરતાં ઓછી કિંમત છે.
Published by: Riya Upadhay
First published: July 18, 2022, 10:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading