

કર્ક રાશિફળ - વારંવાર કામમાં તમારી દખલ અંદાજી તમારા ભાઈના ગુસ્સાનું કારણ બની શકે છે. જ્યાં સુધી તમને કોઈ સામેથી ના પુછે ત્યાં સુધી કોઈને સલાહ ન આપવી. તમારી સલાહ તમારો દિવસ ખરાબ કરી શકે છે. જેથી પોતાની જાત પર નિયંત્રણ રાખશો તો તમારો દિવસ શાનદાર રહેશે. ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકીભરેલી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. બેકારનો વાદ-વિવાદ પરિવારમાં તણાવનો માહોલ પેદા કરી શકે છે. યાદ રાખો કે, વાદ-વિવાદથી મેળવેલી જીત અસલમાં જીત નથી હોતી અને તેનાથી કોઈના દિલને ક્યારેય જીતી નથી શકાતું. જ્યાં સુધી થઈ શકે, પોતાની સજદારીનો ઉપયોગ કરી તેનાથી બચવું. આજે તમારા સાથી તમારી પાસે ગિફ્ટની આશા રાખી શકે છે. તમારી રચનાત્મક સોચ તમે ખોઈ બેઠા હોય તેવું લાગી શકે છે જેના કારણે નિર્ણયો લેવામાં મુશેકેલી અનુભવી શકો છો. જન્મદિવસ ભુલી જવા જેવી સામાન્ય વાતમાં જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.


સિંહ રાશિફળ - તમારો પ્રબળ આત્મવિશ્વાસ આજે તમારૂ કામ સરળ બનાવી દેશે, આજે તમને આરામ કરવા માટે પૂરતો સમય મળતા દિવસ શાનદાર રહેશે. જો તમે આવકમાં વદારો ઈચ્છતા હોવ તો સુરક્ષિત આર્થિક યોજનામાં રોકાણ કરવું. આજે કામનું દબાણ ઓછુ રહેશે, અને પરિવાર સાથે સમય વિચાવવાની મજા લઈ શકશો. પ્રેમની દ્રસ્ટીએ આજનો દિવસ ખાસ રહેશે. કોઈ જગ્યા પર અનુભવ લઈ અથવા અભ્યાસ માટે જઈ તમારી ટેકનિકલ ક્ષમતા વદારો. નવા વિચારો અને નવા આઈડીયાને તપાસવા માટે સારો દિવસ છે. તમને ખુશીઓથી ભરપુર લગ્નજીવનનો અહેસાસ થશે. મિત્રો સાથે તમે શાનદાર સમય વિતાવી શકશો. સાથે એવી જગ્યાઓ પર જવાની સંભાવના છે, જ્યાં નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.


કન્યા રાશિફળ - સીડીઓ ચઢતા સમયે દમના દર્દીઓએ સાવધાન રહેવું. શ્વાસની તકલીફમાં વધારો થાય તેવી સંભાવના છે. આજે તમને જે આર્થિક લાભ મળવાનો હતો તે ટળી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ સારા સમાચાર મળતા દિવસ શાનદાર રહી શકે છે. કામના દબાણને લઈ માનસિક ઉથલ પાથલ અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. દિવસના ુત્તરાર્ધમાં વધારે તણાવ ન લો અને આરામ કરો. ઓફિસમાં તમને કઈંક એવું કામ મળી શકે છએ, જે તમે હંમેશા કરવા માંગો છો. તમારા જબરદસ્ત આત્મવિશ્વાસનો ફાયદો ઉઠાવો, બહાર નીકલો અને કેટલાક નવા સંપર્ક અને દોસ્ત બનાવો. પોતાના જીવનસાથીના સાથે તમારૂ બાવનાત્મક બંધન થોડુ નબળુ થતુ લાગી શકે છે. આજનો દિવસ ધાર્મિક સ્થળ માટે સમર્પિત કરવો જે તમારી માનસિક શાંતી બનાવી રાખવામાં સર્વશ્રેષ્ઠ સાધન બની શકે છે.