

તુલા રાશિફળ - દિવસ ફાયદાકારક સાબિત થશે અને જુની બિમારીમાં આરામ મળશે, અને આર્થિક હાલાત પણ સુધરશે. પરિવારને ફરિયાદનો અવસર ના આપો, તમારા પ્રિયજનોને તમારા વિશ્વાસ અને તમારા સમયની જરૂર છે. આજે તમારે ઓફિસમાં એવું કાર્ય કરવું પડી શકે છે જે ઘણા સમયથી તમે કરવા માંગતા ન હતા. તમારો આજનો દિવસ ખરીદારી અને વ્યસ્ત કામગીરીમાં પસાર થશે. જૂના મિત્રો તમને મળશે અને તમારો દિવસ યાદગાર પસાર થશે. તમે ઘણું બધું કરવા માંગો છો પણ તેમ છતાં સમય મર્યાદાના કારણે તમે અમુક વસ્તુઓ અન્ય દિવસો માટે છોડી દેજો. દિવસ પૂરો થાય તે પહેલાં જ બેઠો અને કામ પર લાગી જાઓ, નહીં તો તમને લાગશે કે તમારો આખો દિવસ ખરાબ થઈ ગયો છે.


વૃશ્ચિક રાશિફળ - સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીં તો ઉલમાંથી ચુલમાં પડી શકો છો. રોકાયેલું ધન મળશે આર્થિક સ્થિતિ સુધરશે. તમારા પિતાનું કડક વલણ તમને નારાજ કરી શકે છે, પરંતુ સ્થિતિ વણસે નહીં તે માટે શાંત રહો તેનાથી તમને ફાયદો થશે. તમે રોમેન્ટિક દુનિયાના સપનામાં ખોવાયેલા રહેશો તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ તમને ગમે તેટલું ખુશ કરવા પ્રયત્ન કરે, પરંતુ તમે યોગીની જેમ શાંત રહો અને મજા કરજો. રસ્તા પર જોખમ કારક ગાડી ચલાવવાથી બચવું. સારી ઊંઘ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, તમે થોડું વધારે પણ ઊંઘી શકો છો.


ધન રાશિફળ - કોઈ સજ્જન પુરૂષની દૈવિયવાતો તમને સંતોષ આપશે. આજે માત્ર બેસી રહેવાને બદલે કઈંક એવું કરો જે તમારી કમાણીમાં વધારો કરી શકે. જે લોકો તમારી પાસે જરૂરિયાત કરતા વધારે આશા રાખીને બેઠા છે તેવા લોકોને ના કહેતા શીખી જાવ. જો તમે અનુભવી લોકોની સલાહ લેશો અને પોતાના નવા કાર્યોમાં તેને વાપરશો તો અવશ્ય લાભ થશે, તમે કોઈની પણ વ્યક્તિગત કે ગોપનીયતા માહિતી જાહેર ન કરો. દાંપત્ય જીવનમાં પણ ગોપનીયતાનું ધ્યાન અવશ્ય રાખો. તમારો આજનો દિવસ પરિવાર સાથે ખરીદી કરવાનો પણ થઈ શકે છે.