

કર્ક રાશિફળ (Kark Rashifal, 21 October 2020) - પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થઈ શકે છે અને આ ખર્ચાને નકારી શકાય તેમ નથી. જો તમે તમારી આવકમાં વૃદ્ધિ કરવાના સ્ત્રોત શોધી રહ્યા હોવ તો સુરક્ષિત એવી આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. ઘરમા બાદ વિવાદ કરવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. પ્રેમ ની સફર નાની પણ મજાની રહેશે તમે અત્યાર સુધી જે કામ કર્યું છે તેનો તમને ફાયદો મળશે. આજે અચાનક યાત્રા પણ ઉભી થઇ શકે છે અને યાત્રા અંતે થાક પણ લાગી શકે છે પરંતુ દિવસ યાદગાર રહેશે. જીવનસાથી સાથેનો દિવસ પણ પ્રેમ ભર્યો અને ઉલ્લાસ ભર્યો રહેશે આજનો દિવસ તમને ધીમે ધીમે પસાર થતો હોય તેવું લાગશે તેમ છતાં પણ તમે તમારી જાતને એકદમ ફ્રેશ અનુભવશો જેની તમારે ખરેખરમાં જરૂર છે.


સિંહ રાશીફળ (Singh Rashifal, 21 October 2020) - તમારા જીવનસાથીનો પ્રેમ ભર્યું વર્તન તમારા દિવસને ખુશનુમા બનાવી શકે છે, દરેક પ્રકારના રોકાણને સાવધાની પૂર્વક અંતિમ ઓપ આપો અને બિનજરૂરી નુકસાનથી બચવા માટે અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં જરા પણ ખચકાશે નહીં. પારિવારિક તણાવના કારણે પોતાની એકાગ્રતા કંગના થવા દો. ખરાબ સમય ઘણું બધું સારું શીખવી જાય છે ઉદાસ ન રહો અને નવા પ્રયત્નો કરતા રહો સતત શીખતા રહેવું એ જ જીવનનો સબક છે. તમારી ઉર્જા ઉચ્ચત્તરની રહેશે કારણકે તમારી પ્રિય વ્યક્તિ તમારા માટે બહુ બધી ખુશી લઈને આવશે. તમે તમારા થી નીચલા કર્મચારીઓથી ના ખુશ રહો તેવી શક્યતા છે. કારણ કે તે લોકો તમારી આશા પ્રમાણે કામ કરી રહ્યા નથી. જો કે તમે ઈચ્છો તો મુશ્કેલીઓને હસતા હસતા સાઈડમાં કરી શકો છો.


કન્યા રાશિફળ (Kanya Rashifal, 21 October 2020) - અસહજતા તમારી માનસિક શાંતિમાં અડચણ પેદા કરી શકે છે પરંતુ તમને તમારી મુશ્કેલીઓમાંથી કોઈ મિત્ર બહાર કાઢશે અને સમાધાન કરાવવામાં મદદરૂપ સાબિત થશે. તણાવથી બચવા માટે મધુર સંગીત સાંભળવાનું રાખો. તમે આજે પરિવાર પાછળ વધુ ખર્ચો કરી શકો છો. તમારા બાળકો તમારી સાથે વધુ સમય પસાર કરવાની માંગણી કરશે પરંતુ તેમ ન કરતા તમે તણાવ અનુભવશો પરંતુ બાળકોને સમય આપવો જોઈએ બાળકોથી જ ઘરનું વાતાવરણ હળવું રહે છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાઓ અંત આવી શકે છે. જે લોકો કળા અને રંગમંચ સાથે જોડાયેલા છે તેમને આજે પોતાના કૌશલ્ય બતાવવાનો સારો અવસર મળી શકે છે. બીજા લોકોની સલાહ અને ધ્યાનથી સાંભળવા નું રાખો સારો જીવનસાથી એ દરેક નીકળતા હોય છે પરંતુ આપણે પણ આપણા જીવનસાથી માટે સારો જીવનસાથી બનવો જોઈએ. તમે તમારા જીવનસાથી સાથે ડિનર પર જવાનો પ્લાનિંગ કરી શકો છો.