

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂતની (Sushant Singh Rajput) આત્મહત્યા (Suicide Case) મામલે દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યાં છે હાલમાં સુશાંતનાં પરિવારે તેની કથિત ગર્લફ્રેન્ડ રિાય ચક્રવર્તી (Rhea Chakraborty) વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. આ FIRમાં સુશાંતનાં પિતા કે કે સિંહે (KK Singh) 15 કરોડનાં ટ્રાન્જેક્શન અંગે સવાલ કર્યા છે.


સુશાંતનાં પરિવાર દ્વારા લગાવવામાં આવેલાં આરોપમાં બિહાર પોલીસ (Bihar Police) ગંભીરતાથી તપાસ કરી રહી છે આ મામલામાં લોકોની પૂછપરછની સાથે સાથે સુશાંતનાં ફાઇનાન્સીસની પણ તપાસ થઇ રહી છે. આજે બિહાર પોલીસ તે બેન્કની બહાર જોવામાં આવી જ્યાં સુશાંત સિંહ રાજપૂતનું અકાઉન્ટ છે.


સુશાંત સિંહ રાજપૂત મામલે તેનાં પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી FIR બાદ મુંબઇ પોલીસની સાથે સાથે હવે બિહાર પોલીસ પણ આ કેસની તપાસ કરી રહી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ પ્રમાણે, બિહાર પોલીસે આ મામલે એક 4 સભ્યોની ટીમ બનાવી છે જે કેસની તપાસ કરી રહી છે. ગુરુવારે બિહાર પોલીસ મુંબઇની એક બેંકની બહાર નીકળતી નજર આવી હતી. આ પેંકમાં સુશાંતનું અકાઉન્ટ છે. બિહાર પોલીસ સુશાંતનાં ફાઇન્સિસની પણ તપાસ કરી રહી છે.


સુશાંતનાં પિતાએ FIRમાં સુશાંતનાં અકાઉન્ટમાં થયેલાં 15 કરોડ રૂપિાયનાં ટ્રાન્જેક્શન પર સવાલ ઉઠાવ્યા હતાં તેમનું કહેવું છે કે, સુશાંતનાં અકાઉન્ટમાંથી 17 કરોડની આસપાસ રકમ હતી. પણ તેમાંથી 15 કરોડ રૂપિયા એવાં અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે જનાંથી સુશાંતને કોઇ લેવા દેવા ન હતાં.