ડ્ર્ગ્સ કોન્ટરોવર્સી છતા પણ દીપિકા પાદુકોણ છે MOST TRUSTED સેલિબ્રિટી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યૂમન બ્રાન્ડ (IIHB)ની નવી TIARA (Trust, Identify Attractive Respect and Appeal)નો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) સૌથી વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરીકે સામે આવી છે. આ સર્વે દેશનાં 23 શહેરોનાં 60,000 લોકો પર કરવામાં આવ્યો હતો


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત દિવસોમાં બોલિવૂડ (Bollywood) અને બોલિવૂડ સિતારાઓ અંગે ઘણાં સવાલો ઉભા થયા, ઘણો ગુસ્સો લોકોમાં જોવા મળ્યો. પણ જ્યારે વિશ્વાસની વાત આવી તો, ઇન્ડસ્ટ્રીનાં આ સિતારાઓ હમેશાં દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી રાખવામાં પણ કાયમ રહ્યાં હલમાં જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યૂમન બ્રાન્ડ (IIHB)ની નવી TIARA (Trust, Identify Attractive Respect and Appeal)નો રિપોર્ટ સામે આવ્યો છે.


જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સૌથી વિશ્વાસપાત્ર બ્રાન્ડનાં રૂપમાં સામે આવ્યાં. તો ફિમેલ સેલિબ્રિટીઝમાં આ લિસ્ટમાં ટોપ પર દીપિકા પાદુકોણ (Deepika Padukone) સૌથી વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરીકે સામે આવી છે. આ સર્વે દેશનાં 23 શહેરોનાં 60,000 લોકો પર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ક્રિકેટરમાં વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્માની (Anushka Sharma) જોડી સૌથી વિશ્વાસપાત્ર કપલ તરીકે લિસ્ટમાં શામેલ થઇ.


અમિતાભ બચ્ચન હાલમાં 'કૌન બનેગા કરોડપતિ'ની 12મી સિઝન હોસ્ટ કરે છે. અને તેમનો અંદાજ દર્શકોને ખુબ પસંદ આવે છે. તે પબ્લિક સર્વિસની એડ હોય કે પછી કોઇ ફિલ્મની એડ હોય, બિગ બી દર્શકોની રગ પકડી લે છે. અને કદાચ એટલે જ આ લિસ્ટમાં સૌથી ઉપર તેઓ છે. આપને જણાવી દઇએ કે આ સર્વેમાં 23 શહેરોનાં 60 હજાર લોકો શામેલ છે.


અમિતાભ બચ્ચન ઉપરાંત અક્ષય કુમાર પણ બોલિવૂડનાં સૌથી વિશ્વાસપાત્ર સેલિબ્રિટીનાં રૂપમાં વોટ મળ્યા છે તો ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોમેડી કિંગ કપિલ શર્મા આ લિસ્ટમાં સૌથી ઉપર છે.


સ્ટાર ઇન્ડિયન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સ્પોર્ટ્સ કેટેગરીમાં ટોપ પર છે. જ્યારે મહિલા ક્રિકેટર મિતાલી રાજ આ લિસ્ટમાં સૌથી ઉપર છે.