એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ હાલમાં જ તેનાં બોયફ્રેન્ડને કારણે ચર્ચામાં છે. કૃષ્ણા અને તેનાં બોયફ્રેન્ડ ઇબાન હાયમનું બ્રેકઅપ થઇ ગયું છે જે બાદથી કૃષ્ણાએ સોશિયલ મીડિયા પરથી ઇબાન સાથેની તમામ તસવીરો ડિલીટ કરી દીધી છે. સાથે જ તેનાં ફેન્સને અપીલ કરી હતી કે તેઓ તેને ઇબાનની તસવીરોમાં ટેગ ન કરે.

જોકે ત્યારે બંનેનાં બ્રેકઅપનું કારણ જાણવાં મળ્યું ન હતું. હવે ઇબાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એવું લખ્યું છે કે, જેને કારણે હિન્ટ મળે છે કે કેમ કૃષ્ણા અને ઇબાનનું બ્રેકઅપ થયું. ઇબાન લખે છે કે, 'દૂર જવાથી સંબંધ પ્રભાવિત ન થવો જોઇએ, પ્રેમ હમેશાં બેપરવાહ હોવો જોઇએ..' જોકે તેણે આ પોસ્ટમાં કૃષ્ણાનું નામ નહોતું લખ્યું. પણ માનવામાં આવે છે કે આ પોસ્ટ તેને જ ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, લોકડાઉન દરમિયાન કૃષ્ણા શ્રોફ અને ઇબાનની ખુબ બધી તસવીરો સામે આવી હતી. બંને લોકડાઉન દરમિયાન ઘણો સમય સાથે વિતાવ્યો હતો. જોકે, આશરે એક વર્ષનાં સંબંધ બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. કૃષ્ણાની ફોલોઇંગ લિસ્ટ ચેક કરી તો માલૂમ થયું કે તેણે ઇબાનને ફોલો કરવાનો પણ બંધ કરી દીધો છે.

આપને જણાવી દઇએ કે, ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા ફિટનેસ ફ્રિક છે. તે MMA ફાઇટર છે તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઇએ તો માલૂમ થાય છે કે, તે અવાર નવાર ભાઇ ટાઇગરની સાથે વર્કઆઉટ કરે છે. અને તેમની તસવીરો પણ તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

કૃષ્ણા અને ઇબાનની આ તમામ તસવીરો એક સમયે કૃષ્ણાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર હતી જોકે આ તમામ તસવીરો તેણે હવે તેનાં પેજપરથી ડિલીટ કરી દીધી છે.