

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) સોશિયલ મીડિયા પર ઘણો જ એક્ટિવ છે. લોકડાઉન (Lockdown) દરમિયાન સતત તે લોકોની મદદ કરી રહ્યો છે. મદદ માંગનારા આજે પણ તેની પાસે મદદ માંગે છે. સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગનારાઓને રિપ્લાય પણ આપે છે. અને તેમની જાણકારી લઇને મદદ પણ પહોંચાડે છે. સોશિયલ મીડિયા (Social Media) પર કેટલાંક લોકો તેમની પાસે ક્યારેક એવી મદ દમાંગી લે છે. જેનાં જવાબમાં સોનૂ પણ ખુબજ મજેદાર રિપ્લાય આપે છે. હાલમાં જ એક વ્યક્તિએ સોનૂ પાસે આજીબો ગરીબ માંગણી કરી હતી. જેનો એક્ટરે એવો જવાબ આપ્યો કે તેની બોલતી બંધ થઇ ગઇ.


એક યૂઝરે સોનૂ સૂદને ટેગ કરતાં ટ્વિટ કરી હતી કે, 'સર મને માલદીવ્સ જવું છે પહોંચાડી દો ને..' જેનાં જવાબમાં સોનૂ સૂદે લખ્યું છે કે, 'સાઇકલ પર જશો કે રિક્ષાથી ભાઇ' સોશિયલ મીડયિા પર સોનૂની ટ્વિટ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે અને તેને લાઇક પણ આપી રહ્યાં છે.


આ વાંચ્યા બાદ ફેન્સનું હસવું રોકાતું નથી. સોશિયલ મીડિયા પર એક યૂઝરે લખ્યું છે કે, 'તેમનાં માટે પ્રાઇવેટ જેટ ખરીદી આપો. આગામી દિવસોમાં કોઇ મંગળ ગ્રહ પર પહોંચવા માટે રોકેટની માંગણી કરશે.' તો અન્ય એક યૂઝરે રિપ્લાયમાં લખ્યુ છે કે, 'તેનાં માટે બડદગાડી પરફેક્ટ રહેશે.'


આ પહેલાં સોનૂ સૂદે એક ફેનને મળવા માટે મજેદાર શરત રાખી હતી. ફેને ટ્વિટ કરી હતી કે, 'સોનૂ સૂદ સર, હું આપનો ખુબ મોટો ફેન છું, પણ મારી તમારી સાથે મુલાકાત નહીં થા. હું જાણું છું, કદાચ હું આપને ક્યારેય નહીં મળી શકું. પણ એક વખત કહીં દો કે મુલાકાત થશે. આ ટ્વિટ પર સોનૂ સૂદ લખે છે, જરૂરથી મળીશ, જો આપ જે લીંબુ પાણી પીઓ છો તે મારા માટે પણ લઇને આવો. '


આપને જણાવી દઇએ કે, બિહાર ચૂંટણી અંગે હાલમાં જ સોનૂ સૂદે ટ્વિટ કરી હતી અને સામાન્ય જનતાને દિમાગ લગાવીને વોટ કરવા અપિલ કરી હતી. સોનૂ સૂદે બિહાર વિધાનસભા ચૂંટણી અંગે કરેલી આ ટ્વિટ ખુબજ ચર્ચામાં રહી હતી. સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. અને તેનાં ફેન્સ સાથે પણ જોડાયેલો રહે છે. આ સાથે જ સોનૂ સૂદે ઘણાં મુદ્દાઓ પર બિન્દાસ રીતે તેમનો મત મુક્યો છે.