

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં ડ્રગ્સ કેસ (Drugs Case)ની બબાલ બાદ ડ્રગ્સ કેસ અંગે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ચોકાવનારી ખબર સામે આવી છે. જાણીતી કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)ની NCBએ ધરપકડ કરી હતી. જે બાદ તેનાં પતિ હર્ષ લિંબાચિયાની પણ પૂછપરછ ચાલુ છે. આ વચ્ચે જ્યાં એક તરફ સોશિયલ મીડિયા પર ભારતીની ચર્ચા છે ત્યાં બીજી તરફ કપિલ શર્મા (Kapil Sharma)નું નામ ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું ચે. લોકો કપિલનું નામની સાથે હેશટેગ કરીને તેને અને તેનાં શોને ટ્રોલ કરી રહ્યાં છે.


ન્યૂઝ એજન્સી ANI મુજબ, ભારતી સિંહનાં પ્રોડક્શન હાઉસ અને ઓફિસ બંને જગ્યાએ રેઇડ પાડવામાં આવી છે જ્યાંથી 86.5 ગ્રામ ગાંજો માળી આવ્યો છે. ભારતી અને હર્ષ બંનેએ ગાંજો લેવાની વાત પણ કબૂલ કરી છે. આ ખબર બાદ ટ્વિટર પર ભારતી સિંહનું નામ ટ્રેન્ડ થઇ રહ્યું છે. ભારતી સિંહ કોમેડિયન કપિલ શર્માનાં શો પર કામ કરે છે આ કારણે હવે કપિલ શર્માનું નામ પણ સાથે સાથે ટ્રોલ થઇ રહ્યું અને સૌ કોઇ કપિલને સવાલ પુછી રહ્યાં છે.


એક યૂઝરે ટ્વિટમાં લખ્યુ છે કે, ભારતી સિંહ બાદ શું હવે કપિલ શર્માનો વારો છે? તો અન્ય એક યૂઝરે લખ્યુ છે કે, 'શું હવે કપિલ શર્મા તેનાં શોમાં ભારતીનું નામ લેશે.. તેની મજાક ઉડાવશે? જે રીતે તેણે રિપબ્લિક ચેનલની ઉડાવી હતી.'