Naagin 5 : સુરભિ ચંદનાએ આ Look સાથે સોશિયલ મીડિયામાં લગાવી આગ, ફેન્સ બોલ્યા- ઉફ્ફ
ટીવીની નાગિન એટલે કે સુરભિ ચંદના (Surbhi Chandana) આમ તો પોતાના દરેક લૂકમાં સુંદર જ લાગે છે પણ ટ્રેડિશનલ લૂકમાં તેમનો દેખાવ હંમેશા કામણગારો હોય છે. માનવામાં ન આવતું હોય તો જોઇ લો આ તસવીર, જે ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.


એકતા કપૂરની (Ekta Kapoor)ના સુપરનેચરલ શો નાગિન (Naagin)ની આમ તો દરેક સીઝન હિટ જ છે પણ નાગિન 5 (Naagin 5)માં આવેલી નવી નાગિન એટલે કે એકટ્રેસ સુરભિ ચંદના (Surabhi Chandna) દર્શકોને મોહિત કરવામાં કોઇ કસર નથી છોડતી. અને માનવામાં ના આવતું હોય તો આ તસવીરો જોઇ લો. સુરભિ ચંદનાએ ટ્રાંસ્પર્ન્ટ સાડીમાં હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે સુપર હોટ લાગી રહી છે. Photo Credit- @officialsurbhic/Instagram


ટીવીની 'નાગિન' પર એટલે કે સુરભી ચંદના પર આમ તો દરેક ડ્રેસ પરફેક્ટ જ લાગે છે. પણ તે જ્યારે ટ્રેડિશનલ કપડાં પહેરે ત્યારે તેનો લૂક ખૂબ જ કામણગારો લાગે છે. અને કદાચ આ જ કારણ છે કે સુરભીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ આવી રહી છે.Photo Credit- @officialsurbhic/InstagramPhoto Credit- @officialsurbhic/Instagram


સુરભિ ચંદનાએ પોતાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેના આ ટ્રેડિશનલ લૂકને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાડીની લઇને ઝ્વેલરી પર પણ લોકો ફિદા થઇ ગયા છે. Photo Credit- @officialsurbhic/Instagram


સુરભિ ચંદનાએ આ તમામ તસવીરોમાં એટલી બધી સુંદર લાગી રહી છે કે કોઇની પણ નજર તેનાથી હટી અશક્ય છે. વળી તેણે બેકલેસ બ્લાઉઝ પહેર્યું છે. જેમાં તેની નમણી કમરના કામણ વધુ ખીલીને નજરે પડે છે. Photo Credit- @officialsurbhic/Instagram


નેટની સીકવન્સ વાળી અને મીરર વર્ક વાળી લાઇટ બદામી સાડીની સાથે તેણે ઓક્સડાઇઝ જ્વેલરી પહેરી છે. જેમાં સુરભિ ચંદનાની સુંદરતાને ચાર ચાંદ લાગી રહ્યા છે. Photo Credit- @officialsurbhic/Instagram


સુરભી ચંદનાને પોતાનો પહેલો બ્રેક શો 'કબૂલ હૈ' સિરિયલથી ટીવી પર મળ્યો હતો. આ શોમાં લીડ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ શો પછી, તેની પોપ્યુલારિટી વધતી ગઇ અને તે આ રીતે જ આગળ વધતી રહી. તે પછી તેણે સ્ટાર પ્લસ સિરીયલ ઇશ્કબાઝમાં અનિકાની ભૂમિકા ભજવીને રાતો રાત જબરદસ્ત લોકપ્રિયતા મેળવી લીધી હતી. Photo Credit- @officialsurbhic/Instagra