Kareena Kapoor Delivery: તૈમૂર બન્યો મોટો ભાઇ તો મીમ્સની થઇ ભરમાર- 'પોપ્યુલેરિટી સંકટમાં'
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)એ વર્ષ 2012માં લગ્ન કર્યા હતાં. લગ્નનાં ચાર વર્ષ બાદ એટલે કે 2016માં કરીનાએ તૈમૂરને જન્મ આપ્યો. તેનાં ચાર વર્ષ બાદ કરીનાએ બીજા બાળકને જન્મ આપ્યો છે.


મુંબઇ: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) આજે ફરી માતા-પિતા બની ગયા છે. પટૌડી ખાનદાનનાં વધુ એક ચિરાગનો જન્મ થયો છે. 21 ફેબ્રુઆરીનાં મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બેબોએ દીકરાને જન્મ (Kareena Kapoor Khan blessed with baby boy) આપ્યો છે.


કરીનાએ અને સૈફ દ્વારા હજુ સુધી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઇ નથી. દીકરાને જન્મ (Kareena Kapoor Khan Blessed with Baby Boy) આપ્યો છે. જોકે, કરીના અને સૈફ તરફથી આ અંગે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયુ નથી. આ ખબરથી તેનાં ફેન્સ ઘણાં ખુશ છે.


તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) મોટો ભાઇ બની ગયો છે અને આ સાથે જ સોશિયલ મીડિયા પર મીમ્સની ભરમાર થઇ ગઇ છે.


કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)એ વર્ષ 2012માં લગ્ન કર્યા હતાં. લગ્નનાં ચાર વર્ષ બાદ એટલે કે 2016માં કરીનાએ તૈમૂરને જન્મ આપ્યો. તેનાં ચાર વર્ષ બાદ કરીનાએ બીજા બાળકને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયાએ તૈમૂરને નિશાન બનાવી દીધો છે. તેનાં પર એક બાદ એક મીમ્સ વાયરલ થઇ રહ્યાં છે.


સોશિયલ મીડિયા પર લોકોનું માનવું છે કે, તૈમૂરનો ભાઇ આવ્યા બાદ તેની પોપ્યુલારિટી સંકટમાં છે. આપને જણાવી દઇએ કે, સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોસ્ટ મુકી છે અને ANI તરફથી પણ કરીનાનાં બીજા બાળક અંગે સમાચાર જાહેર કરવામાં આવ્યાં છે.