TMKOCનાં 'ગોગી' પર કેટલાંક છોકરાઓએ કર્યો હુમલો, મળી જીવથી મારી નાખવાની ધમકી
સમય શાહ (Samay Shah attacked by Goons)ને ગત કેટલાંક દિવસોથી જીવથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. સમય પર કેટલાંક લોકોએ તેની જ બિલ્ડિંગની બહાર ઝુંડમાં આવીને તેનાં પર હુમલો કર્યો હતો અને તેની સાથે મારા મારી કરવાનો પ્રયાસ કર્યો છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં પ્રખ્યાત શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ગોગીનું કેરેક્ટર અદા કરી રહેલાં સમય શાહ (Samay Shah) પર હુમલો થયો છે. એક્ટર પર આ હુમલો તેની બિલ્ડિંગની બહાર થયો છે. જ્યાં કેટલાંક ગુંડાઓએ મળી તેનાં પર હુમલો કર્યો છે. એટલું જ નહીં સમય શાહ (Samay Shah attacked by Goons)ને છેલ્લા કેટલાંક દિવસોથી જીવથી મારી નાંખવાની ધમકી મળી રહી હતી. ગત દિવસે સમય પર કેટલાંક લોકોએ તેની બિલ્ડિંગની બહાર ઝુંડમાં આવીને હુમલો કર્યો હતો અને તેની સાથે મારપીટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.


સ્પોટબોયમાં આવેલી રિપોર્ટ મજુબ, એક્ટરની માતાનાં જણાવ્યાં અનુસાર, આવું પહેલી વખત નથી જ્યારે સમય પર હુમલો થયો હોય. આ પહેલાં પણ તેની પર હુમલો થઇ ગયો છે. સમયની માતાએ દાવો કર્યો છે, તેમને પોતે જોયું કે, કેટલાંક છોકરાઓ તેમનાં દીકરાને નુક્શાન પહોંચાડવાની નીયતથી તેમની બિલ્ડિંગનાં પરિસરમાં ઘુસ્યા હતાં. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, તેઓ આમ કેમ કરે છે તેઓ શું ઇચ્છે છે, તો તેનો જવાબ આપપવાની જગ્યાએ તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા અને સમયની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા


સમયની માતાએ કહ્યું કે, 'જ્યારે અમે તેમની પુછરછ માટે ગયા કે તેમને શું પરેશાની છે તો તેઓ ગંદી ભાષાનો ઉપયોગ કરવાં લાગ્યાં હતાં. આવું તેની સાથે ત્રીજી વખત થયું છે. જ્યારે સમયની સાથે આ પ્રકારની ઘટના થઇ છે ત્યારે અમે આખો પરિવાર ખુબજ પરેશાન છીએ.'