

અમેરિકામાં (America) એક શહેર એવું પણ છે જ્યાં લોકો બે મહિના સુધી સૂર્ય નહીં જોઈ શકે. અમેરિકાના અલાસ્કામાં લોકો આગામી બે મહિના સુધી અંધારામાં રહેશે. હવે આ શહેરમાં 23 જાન્યુઆરીના સ્થાનિક સમયાનુસાર બપોરે એક વાગ્યે સુર્યોદય થશે. સરકારના આધિકારીક રુપથી 65 દિવસ સુધી અંધારો રહેવાની જાહેરાત કરી છે.


ઉલ્લેખનીય છે કે અલાસ્કા ધ્રૂવીય વિસ્તારમાં આવે છે. તેના ઉત્તકિયાગવિક (Utkagavik City Alaska) શહેરમાં હવે 23 જાન્યુઆરીએ સૂર્ય દેખાશે. ઉત્તર ધ્રૂવ તરફ આગળ વધત શિયાળામાં કેટલીક જગ્યાએ દિવસ એટલા નાના હોય છે. ત્યાં રોશની આવતી નથી. અહીં દિવસમાં અંધારું જ હોય છે. કારણે આર્કટિક સર્કલની ઉંચાઈ ઉપર સ્થિત હોવાના કારણે સૂરજ અહીં ક્ષિતિજથી ઉપર જ આવતો નથી. આ સ્થિતિને પોલર નાઈટ્સ કહેવામાં આવે છે.


ધ વેધર નેટવર્કની એક રિપોર્ટ પ્રમાણે 18 નવેમ્બરે અલાસ્કામાં અંતિમ સનસેટ થયો હતો. હવે 23 જાન્યુઆરીના દિવસે સુર્યોદય થશે. આ વખતે અહીંના નાગરિકોને તાજેતરમાં જ શહેર ઉપર બનેલી એક ફિલ્મ જોઈને અંધારું થવાની ઉજવણી કરી હતી.


4 હજારની વસ્તી ધરાવતા ઉત્તકિયાગવિકમાં સૂરજ અને રોશની વગર મોસમ ખૂબ જ ઠંડુ રહે છે. ગણી વખત અહીં તાપમાન માઈનસ 10થી 20 ડિગ્રી સુધી નીચે જાય છે. બે મહિનાના અંધારામાં શહેરમાં સરેરાશ તાપમાન માઈનસ 5 ડિગ્રી નીચે જ રહે છે.