

વિભુ પટેલ, અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) સપનું પૂરું થવા જઈએ રહ્યું છે. ભારત દેશમાં પ્રથમ સી પ્લેન (sea plane) સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પરથી શરૂ કરવામાં આવશે. સાબરમતી કિનારે વોટર એરોડ્રામ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. જેટી અમદાવાદ આવી પહોંચી છે. જેટીને પાણીમાં ઉતારવાની કામગીરી ચાલી રહી છે.જેમાં ફાયરની ટિમ પણ જોડાય છે.


ન્યુઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં મરીન ટેક ઇન્ડિયાના મેનેજીંગ ડીરેક્ટર ગૌતમ દત્તાએ જણાવ્યું છે, કે 6 જેટી અમદાવાદ આવી પહોંચી છે અને પાણીમાં ઉતારીને પ્લેટફોર્મ બનાવવાનું કામ બે દિવસમાં પૂર્ણ કરાશે. એક જેટીનું વજન અંદાજે 18 ટન છે. પાણીમાં 6 જેટીને ઉતારીને જોડાણ કરવામાં આવશે અને પ્લેટફોમ તૈયાર કરાશે.જોકે પાણી વહેણ સાથે જતું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સામાન્ય રીતે જેટી સ્ટીલ અથવા તો લાકડામાંથી બને છે પરંતુ આ જેટી નવી ટેકનોલોજી સાથે બનાવવામાં આવી છે. કોંક્રેટની જેટી છે. કોન્ક્રેટની જેટી પહેલા કોચીન અને ગોવા અને ત્રીજો પ્રોજેકટ અમદાવાદ કરવામાં આવી રહ્યો છે.


સી પ્લેનના પ્રોજેક્ટમાં ફાયર વિભાગનું પણ મહત્વનું કામ રહશે. ત્યારે ન્યુઝ 18 ગુજરાતી સાથે ફાયર ચીફ ઓફિસ સર એમ. એફ દસ્તુરે જણાવ્યું હતું કે, જેટી ઉતારવાથી લઈ સી પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ સમયે પણ ફાયરની ટિમ સાબરમતી નદીમાં તૈનાત રહશે.