

અમદાવાદ : વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી અમદાવાદ-કેવડિયા સી-પ્લેન સેવાને મેન્ટેનન્સનું ગ્રહણ લાગ્યું છે. આ સી પ્લેન એકાદ મહિનાની ઉડાણો બાદ મેન્ટેનન્સ માંગી રહ્યુ હોવાના કારણે તેને માલદીવ્સ પરત મોકલી દેવામાં આવ્યું છે. સી પ્લેન સેવા શરૂ થયાના એક મહિાની અંદર જ આ પ્લેન અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યું છે સી-પ્લેન


આ સીપ્લેન મેન્ટેનન્સ બાદ 12-15 દિવસમાં પરત આવે એવી શક્યતા છે. જોકે, આ સેવા શરૂ થયાના થોડા દિવસો બાદ જ પ્લેનને પ્રથમ સપ્તાહથી જ 70-80 ટકા મુસાફરો મળી રહ્યા હતા. જોકે, આ પ્લેનની બનાવટ અને તેના ઑપરેશનને જોતા સપ્તાહમાં એક વાર અને મહિનામાં સંપૂર્ણ એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કરવું જરૂરી બની જતું હોવાનું સામે આવ્યું છે. સી પ્લેન કેવડિયા પહોંચ્યું


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 31મી ઑક્ટોબરે આ સી-પ્લેન સેવાનું કેવડિયાથી ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ આ સીપ્લેન સેવાની ચાર દિવસ પહેલાં જ મુસાફરી કરી હતી. આ સીપ્લેન પાણીમાં જ ઉડાણ ભરતું હોવાથી દર મહિને તેનું સંપૂર્ણ મેન્ટેનન્સ કરવું પડે છે.


પ્રાપ્ત અહેવાલો મુજબ એરલાઇન્સ દ્વારા વધુ એક એરક્રાફ્ટની સુવિધા શરૂ કરવામાં આવશે. હાલમાં જે સી પ્લેન માલદીવ્સથી આવ્યું હતું એ 50 વર્ષ જૂનું છે તેથી તેનું મેન્ટેન્સ ખૂબ અગત્યનું બની જાય છે. જોકે, સી પ્લેનની સેવા આપનારી એરલાઇન કંપની મુજબ મેન્ટેનન્સ અગાઉથી જ પ્લાન કરાયું હોવાથી 27મી નવેમ્બર બાદ કોઈ પણ બુકિંગ લેવામાં આવ્યું નથી.


અમદાવાદ રિવરફ્રન્ટ પર બે માળનું એરોડ્રામ તૈયાર કરવામાં આવ્યું છે. વોટર એરોડ્રામ પર હવાની દિશા જાણવા માટે એર બેગ લગાવવામાં આવી છે. ટિકિટ વિન્ડો, વેઈટિંગ રૂમ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ મશીન સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ ગયો છે. બે માળના વોટર એરોડ્રામમાં જમણી બાજુથી એન્ટ્રી આપવામાં આવી છે. જ્યાં ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. પ્રવેશની સાથે જ મુસાફરો માટે વેઈટિંગ રૂમમાં ખુરશીઓ અને લગેજ સ્કેનિંગની માટે મશીન મૂકવામાં આવ્યું છે. સાથે જ બિલ્ડીંગમાં એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ ઈમરજન્સીની તમામ વ્યવસ્થા કરાઈ છે.