

કિર્તેશ પટેલ, સુરત : ગુજરાતમાં જે રીતે દિવાળી બાદ કોરોનાનું રહ્યું છે તેને લઈને હવે સરકાર દ્વારા ગુજરાતના ચાર રાજ્યમાં રાત્રી ફર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં તંત્ર દ્વારા બહારથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાં તમારો ટેસ્ટ પોઝિટિવ આવશે તો તંત્ર તમને અજાણ્યા શહેરમાં પણ ક્વૉરન્ટાઇન કરી શકે છે. જોકે આગરાથી આવેલા બે વેપારી સાથે આવીજ કઈ ઘટના બની છે.


કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ગાઈડ લાઇન વચ્ચે દિવાળી ની ઉજાણી કરવા માટે સૂચના આપવામાં આવી હતી પણ લોકો કોરોનાની ગાઈડ લાઇન ભૂલીને લોકો ભીડભાડમાં ખરીદી કરવા ઉતરી પડતા ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે, ત્યારે આ વિસ્ફોટ અટકાવવા માટે સરકાર દ્વારા ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે.


સુરતમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે તંત્ર દ્વારા સુરતના એન્ટ્રી અને ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે બહાર ગામથી આવતા લોકોનું એન્ટિજન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે આજે રેલવે સ્ટેશન પર બે વેપારીઓઆગ્રાથી સુરત ખાતે આવી પહોંચ્યા હતા. જોકે રેલવે સ્ટેશન ખાતે આ બંને વેપારીનો કોરોના રિપોર્ટ કરતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.