
અમદાવાદમાં સીએનજી કિંમતની (CNG price in Ahmedabad)વાત કરવામાં આવે તો અમદાવાદમાં અદાણી ગેસનો (Adani Gas)65.74 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ છે. જ્યારે ગુજરાત ગેસની (gujarat Gas)વાત કરવામાં આવે તો 65.74 રૂપિયા છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી (Petrol-Diesel price) સામાન્ય વર્ગ પરેશાન બન્યો છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા લોકો હવે સીએનજી (CNG price rise) તરફ વળ્યા છે. જોકે, સીએનજીના ભાવમાં પણ હવે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા એક બે મહિનામાં જ સીએનજીના ભાવમાં પ્રતિ એક કિલોગ્રામે સરેરાશ 6 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ગુજરાતમાં પણ CNG સીએનજીના ભાવ (cng price in gujarat)અલગ-અલગ જોવા મળી રહ્યા છે. અદાણી ગેસની વેબસાઇટ પ્રમાણે અમદાવાદમાં 65.74 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, સુરેન્દ્રનગરમાં 65.74 રૂપિયા, ખેડામાં 65.74 રૂપિયા, વડોદરામાં 63.99 રૂપિયા, પોરબંદરમાં 69.56 રૂપિયા અને નવસારીમાં 65.74 રૂપિયા છે.
Cng Price In Ahmedabad - All Results