
CNG ગેસ ભાવ (CNG Price) : પેટ્રોલના ભાવ (Petrol Price)અને ડિઝલના ભાવ (Diesel Price) માં સતત થઇ રહેલા વધારાને પગલે વાહન ચાલકો સીએનજીના (CNG Price Today)તરફ વળી રહ્યા છે. જોકે સીએનજી ગેસના ભાવમાં (CNG Price) પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સીએનજીના ભાવની વાત કરીએ તો દરેક રાજ્યમાં અલગ-અલગ કિંમતો જોવા મળે છે. દેશના અલગ-અલગ શહેરોની સીએનજી કિંમતો (CNG Rate)અને તેની સાથે જોડાયેલી જાણકારી જણાવીશું. નવી રોજ પ્રાઇસ રિવાઇજિંગ પેટર્નના કારણે રોજ સવારે 6 કલાકે સીએનજીની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોના આધારે બદલાય છે. તમારા શહેરમાં સીએનજીની કિંમતો શું છે તે તેના પર નિર્ભર કરે છે તે તમારી શહેરમાં સીએનજીની કઇ કંપની છે. મહારાષ્ટ્રના મુંબઈમાં સીએનજીની કિંમત 57.54 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. પંજાબમાં 71.78 રૂપિયા છે. રાજસ્થાનના ઉદયપુરમાં 57.65 રૂપિયા છે. અલગ-અલગ કંપની પ્રમાણે અલગ-અલગ ભાવ જોવા મળે છે. આ સિવાય રાજ્યના દરેક શહેરમાં પણ અલગ-અલગ ભાવ જોવા મળે છે. જેથી અહીં આપેલી કિંમતો પ્રમાણે તમારા શહેરમાં અલગ રેટ હોઇ શકે છે.
Cng Price - All Results