હોમ » gujarat assembly elections 2022
Gujarat Assembly Elections 2022

Gujarat Assembly Elections 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: સમગ્ર દેશની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર ટકી છે. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ભાજપ અહીં સત્તા સુકાન સફળતાથી સંભાળી રહ્યું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ પુન: સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. સામાન્ય રીતે ગુજરાતના ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ માટે આમને સામને જંગ ખેલાતો હોય છે. પરંતુ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું જોર બતાવવા માટે તૈયાર છે. તો બીજી તરફ સામાજિક સમીકરણો પણ ઘણા બદલાઇ રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાત ચૂંટણી 2022 ચર્ચાની એરણ પર છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પરિણામની વાત કરીએ તો 182 બેઠક પૈકી ભાજપે 99 બેઠકો પર વિજય મેળવી સત્તા સુકાન સંભાળ્યું હતું. જ્યારે કોંગ્રેસને 77, ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP), નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને અપક્ષનો ત્રણ બેઠકો પર વિજય થયો હતો. વર્ષ 2012 માં યોજાયેલી ચૂંટણી સાથે વર્ષ 2017 પરિણામની સરખામણી કરીએ તો ભાજપને 16 બેઠકોનું નુકશાન થયું હતું અને કોંગ્રેસને 16 બેઠકો વધુ મળી હતી. જ્યારે એનસીપીને પણ એક બેઠકનું નુકશાન થયું હતું તો અપક્ષને બે બેઠક વધુ મળી હતી. વર્ષ 2012 યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 119 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 57 બેઠકો જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીને 2, એનસીપીને 2 અને અપક્ષને એક બેઠક મળી હતી. વર્ષ 2017 ચૂંટણી મહા જંગમાં 1702 પુરૂષ અને 126 મહિલા ઉમેદવાર મળી 1828 ઉમેદવારો વચ્ચે જંગ થયો હતો. જેમાંથી 169 પુરૂષ ઉમેદવાર અને 13 મહિલા ઉમેદવારની જીત થઇ હતી. જ્યારે 1350 પુરૂષ ઉમેદવાર અને 104 મહિલા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. વોટ શેરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ 49.44 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 42.97 ટકા મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારોને કુલ 1,47,24,301 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 1,24,37,661 મત મળ્યા હતા.

Gujarat Assembly Elections 2022 - All Results

 

LIVE NOW

    તાજેતરના સમાચાર

    corona virus btn
    corona virus btn
    Loading